શોધખોળ કરો
કોરોના વાયરસનો કહેર : ઈરાનમાં અત્યાર સુધીમાં 54 લોકોના મોત
આખી દુનિયા હાલના સમયમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. ચીનમાં તો આ વાયરસે અત્યાર સુધી 2780 લોકોએ જીવ ગુમાવ્યો છે.

તેહરાન: આખી દુનિયા હાલના સમયમાં કોરોના વાયરસની ઝપેટમાં આવી ગઇ છે. ચીનમાં તો આ વાયરસે અત્યાર સુધી 2780 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈરાનના આરોગ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું કે કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં ઈરાનમાં કુલ 54 લોકોના મોત થયા છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 978ને પાર પહોંચી છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં વધુ 47 લોકોના મોત છે. મંત્રાલયના પ્રવક્તા કિયાનોશ જહાનપોરે જણાવ્યું હતું કે મશહદ સહિતના ઘણાં શહેરોમાં નવા કેસોની પુષ્ટિ થઈ છે. નવા આંકડા શનિવારે નોંધાયેલા 11 કરતાં વધુ મોત અને ચેપના કુલ 385 નવા કેસો નોંધાયા છે. જો કે નવી સંખ્યાઓ, ચેપથી મૃત્યુની ટકાવારી લગભગ 5.5% નીચે છે. તેમ છતાં, તે અન્ય દેશોની તુલનાએ ઘણું વધારે છે, સૂચવે છે કે ઈરાનમાં ચેપની સંખ્યા વર્તમાન આંકડા દર્શાવે છે તેના કરતા ઘણી વધારે હોઈ શકે છે. ઇન્ટરનેશનલ બિઝનેસ ટાઇમ્સની રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના પ્રથમ દર્દી મળતા કોરોના વાયરસને દેશમાં ફેલાતો રોકવા માટે કિમ જોંગ ઉને દર્દીને ગોળી મારવાનો આદેશ આપી દીધો હતો.
વધુ વાંચો





















