શોધખોળ કરો
Advertisement
આ જાણીતા દેશમાં 15 ડિસેમ્બરથી લગાવવામાં આવશે નાઇટ કર્ફ્યુ, જાણો કેમ લીધો નિર્ણય
નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ભીડ એકત્ર કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
પેરિસઃ હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અનેક દેશો રસી વિકસિત કરવામાં લાગ્યા છે. આ દરમિયાન લોકોને કોરોના મહામારીથી બચાવવા ફ્રાંસમાં 15 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યુ લગાવવાની ત્યાંની સરકારે જાહેરાત કરી છે. રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ભીડ એકત્ર કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફ્રાંસમાં કોરોનાના નવા મામલા ઘટ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ ફ્રાંસની સરકાર કોરોનાને લઈ કોઇપણ પ્રકારની ઢીલ કે બેદરકારી દાખવવા નથી માંગતી. ફ્રાંસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23,37,966 પર પહોંચી છે. જ્યારે 56,940 લોકોના મોત થયા છે. ફ્રાંસના પ્રધાનમંત્રીએ જાહેરાત કરી કે, સરકાર 15 ડિસેમ્બરની લોકોની મૂવમેન્ટ પરથી પ્રતિબંધ હટાવશે અને તેના સ્થાને રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો નાઇટ કર્ફ્યુ નાંખશે.
વિશ્વના 200થી વધુ દેશોમાં અત્યાર સુધીમાં સાત કરોડથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. દુનિયામાં છેલ્લા 24 કલાકમાં 6.60 લાખ નવા મામલા સામે આવ્યા છે અને 12,522 સંક્રમિતોના મોત થયા છે. અમેરિકામાં કોરોનાનો કહેર સૌથી વધારે છે.
વર્લ્ડોમીટર પ્રમાણે, વિશ્વમાં અત્યાર સુધીમાં સાત કરોડ છ લાખ 81 હજાર મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 15 લાખ 87 હજાર લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 4 કરોડ 91 લાખથી વધારે લોકો ઠીક થઈ ગયા છે. 1 કરોડ 99 લાખ 64 હજાર લોકો કોરોના સંક્રમિત છે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મોદી સરકાર આ યોજના અંતર્ગત વિધવા મહિલાઓને આપી રહી છે 5 લાખ રૂપિયા ? જાણો શું છે હકીકત
દિલ્હીઃ ખેડૂત આંદોલનમાં કોરોનાની એન્ટ્રી, સિંધુ બોર્ડર પર તૈનાત બે IPS પોઝિટિવ આવ્યા
અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારે માવઠું, જાણો ક્યા વિસ્તારોમાં પડ્યો વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion