શોધખોળ કરો
Advertisement
Coronavirus: દુનિયાભરમાં 10 લાખથી વધુ સંક્રમિત, ઈટલી-સ્પેન,અમેરિકા-બ્રિટનમાં પરિસ્થિતિ બેકાબૂ
કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે અને અત્યાર સુધીમાં 50,000 થી વધુ લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર પહોંચી છે અને અત્યાર સુધીમાં 50,000 થી વધુ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધુ મોતની સંખ્યા અમેરિકામાં સામે આવી છે. દુનિયાભરમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી ઈટલી,સ્પેન, અમેરિકા અને બ્રિટનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
આંકડા મુજબ, દુનિયામાં 1 લાખ 98 હજાર 390 લોકો સંક્રમિત છે. 59 હજાર 159 લોકોના મોત થયા છે. જ્યારે, બે લાખ 287 હજાર 923 લોકો સાજા થયા છે. સૌથી વધારે મોત ઈટલીમાં થયા છે. ઈટલીમાં 14681 લોકોના મોત થયા છે અને 119827 લોકો સંક્રમિત છે. બીજા નંબર પર સ્પેન છે જ્યા 11,198 લોકોના મોત થયા છે અને 119,198 લોકો સંક્રમિત છે. ત્રીજા નંબર પર અમેરિકા છે જ્યાં મોત અને સંક્રમણનો આંકડો સતત વધી રહ્યો છે. જ્યાં અત્યાર સુધીમાં 7392ના મોત અને 277,161 લોકો સંક્રમિત છે.
એકલા યૂરોપમાં કોરોના વાયરસ મહામારીથી 40,000થી વધુ લોકોના જીવ ગયા છે. જેમાં ત્રણ ચોથાઈથી વધુ લોકો ઈટલી,સ્પેન અને ફ્રાંસમાં મૃત્ય પામ્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ફ્રાંસીસી સમકક્ષ ઈમૈનુએલ મૈક્રોએ કોરોના વાયરસ સામે સામુહિક લડાઈ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સદસ્યોની એક બેઠક બોલાવવા પર ચર્ચા કરી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પી-5 અથવા પાંચ સ્થાયી સદસ્યા અમેરિકા, બ્રિટન,ચીન,ફ્રાંસ અને રશિયા છે.
બંને નેતાઓ વચ્ચે ફોન પર થયેલી વાતચીતના વિવરણનો ઉલ્લેખ કરતા વ્હાઈટ હાઉસે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ મૈક્રોંએ મહામારીને હરાવવા અને અંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્રના સહયોગને વધારવા માટે જલ્દીથી પી5 નેતાઓની બેઠક બોલાવવા પર ચર્ચા કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement