શોધખોળ કરો
Advertisement
હોલિવૂડના દિગ્ગજ એક્ટર અને તેની પત્નીનો કોરોના ટેસ્ટ આવ્યો પોઝિટિવ, જાણો વિગતે
હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ હૈંકસ અને તેની પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે વિશ્વભરમાં કોહરામ મચાવી રાખ્યો છે. 117થી વધારે દેશ કોરોનાનો સામનો કરી રહ્યા છે. તમામ દેશો કોરોનાને લઈ સાવધાની રાખી રહ્યા છે તેમ છતાં અટકવાનું નામ નથી લઈ રહ્યો. જેના કારણે વિશ્વ આરોગ્ય સંગઠને તેને મહામારી જાહેર કરી દીધી છે અને કોરોનાના દર્દીઓની વધી સંખ્યાને લઈ કડક પગલાં ભર્યા છે. સરકારે રાજદૂતોને બાદ કરી તમામ વિદેશી નાગરિકોના 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કરી દીધા છે.
કોરોનાના વધતા કહેરને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકાએ 30 દિવસ માટે યુરોપની તમામ યાત્રા રદ્દ કરવા જઈ રહ્યું છે. આ દરમિયાન કોઈ મુસાફરીની મંજૂરી આપવામાં નહીં આવે. હોલિવૂડના દિગ્ગજ અભિનેતા ટોમ હૈંકસ અને તેની પત્નીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરી હતી.
હૈંક્સ અને તેની પત્ની ઓસ્ટ્રેલિયાથી તાવ સાથે આવ્યા હતા અને હાલ તેમને આઈસોલેશન વોર્ડમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. એક્ટરે પોસ્ટમાં લખ્યું છે કે, તે આ અંગે અપડેટ આપતો રહેશે.In a statement issued on his Twitter account, actor Tom Hanks also states that his wife & actor Rita Wilson has also tested positive for #coronavirus https://t.co/ya9VcedUG3
— ANI (@ANI) March 12, 2020
ભારતે કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વિદેશથી આવનારા તમામ લોકોના વિઝા 15 એપ્રીલ સુધી સસ્પેન્ડ કરી દીધા છે. આ પ્રતિબંધથી એમ્બેસેડર, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગુ થઈ જશે. Coronavirus: ભારત સરકારે તમામ વિદેશી નાગરિકો માટે 15 એપ્રિલ સુધી વિઝા રદ્દ કર્યા, WHO એ જાહેર કરી મહામારી IND vs SA: આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઈવ ટેલિકાસ્ટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement