શોધખોળ કરો
Advertisement
કોરોના કાળ વચ્ચે જનતા માટે ફરીથી ખૂલ્યો એફિલ ટાવર, આ નિયમનું કરવું પડશે પાલન
એફિલ ટાવર ખોલવામાં આવ્યો છે પરંતુ તેનો ટોપ ફ્લોર બંધ રહેશે. એફિલ ટાવરની વેબસાઈટ પ્રમાણે અહીંયા આવતા લોકોને લિફ્ટ કે એલિવેટરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
પેરિસઃ વિશ્વભરમાં કોરોનાના વધી રહેલા કેસને જોઈ સરકારોએ તેમના દેશમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. આર્થિક સંકટને જોતા લોકડાઉનમાં ઢીલ આપવાનું તમામ દેશોએ શરૂ કર્યું છે. આ દરમિયાન આજે ફ્રાંસમાં પણ એફિલ ટાવર ખોલી દેવામાં આવ્યો છે. લોકો કેટલાક નિયમોનું પાલન કરીને ફરી એક વખત એફિલ ટાવરનો નજારો માણી શકશે.
છેલ્લા ત્રણ મહિનાથી એફિલ ટાવર બંધ હતો. જે બાદ આજે 25 જૂનથી ફરીથી ખોલવામાં આવ્યો છે. તેના ઓપરેટર જાણકારી આપતાં જણાવ્યું કે, બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત એફિલ ટાવરને આટલા સમય સુધી બંધ કરવો પડ્યો હતો. આજથી અહીંયા આવતા તમામ લોકોએ કેટલીક સાવધાની અને નિયમોનું પાલન કરવું પડશે. જેમાંથી એક નિયમ છે કે 11 વર્ષથી ઉપરના તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવું પડશે.
ટોપ ફ્લોર રહેશે બંધ
એફિલ ટાવર ખોલવામાં આવ્યો છે પરંતુ તેનો ટોપ ફ્લોર બંધ રહેશે. એફિલ ટાવરની વેબસાઈટ પ્રમાણે અહીંયા આવતા લોકોને લિફ્ટ કે એલિવેટરનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. કોરોનાને ધ્યાનમાં રાખી માત્ર સીડીનો જ ઉપયોગ કરી શકાશે. વેબસાઈટ પ્રમાણે સોશિયલ ડિસ્ટેસિંગનું પણ ધ્યાન રખાશે. જેનું પાલન કરીને માત્ર મર્યાદીત સંખ્યામાં લોકોને પ્રવેશ આપવામાં આવશે. કોરોના સંક્રમણને જોતા આ ફેંસલો લેવામાં આવ્યો છે.
એફિલ ટાવરનો ટોપ ફ્લોર બંધ કરવાનું કારણ તેની નાની લિફટ ઘણી નાની હોવાનું માનવામાં આવે છે. જોકે થોડા મહિનાઓ બાદ ટોપ ફ્લોર પણ ખોલવામાં આવી શકે છે.
વિશ્વભરમાં કોરોનાના મામલા સતત વધી રહ્યા છે. વિશ્વમાં કોરોના મામલાની સંખ્યા 95 લાખને પાર કરી ગઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા ચાર લાખ 83 હજાર થઈ છે. અમેરિકા 24,63,168 મામલા અને 1,24,279 મોત સાથે પ્રભાવિત દેશોના લિસ્ટમાં ટોપ પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion