શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: અમેરિકામાં કોરોનાનું ભયાનક રૂપ, કોઈ દેશમાં એક દિવસમાં સૌથી વધારે કેસનો તૂટ્યો રેકોર્ડ
અમેરિકામાં કોરોના વાયરસથી દર્દીની સંખ્યા શનિવારે સવાર સુધી વધીને 32 લાખ 91 હજારને પાર કરી ગઈ છે.
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસ વકરી રહ્યો છે. વિશ્વમાં સૌથી વધારે મામલા અહીંયા નોંધાયા છે. અમેરિકમાં 24 કલાકમાં 71 હજારથી વધારે નવા મામલા નોંધાયા છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં પ્રથમ વખત કોઈ દેશમાં નોંધાયેલા સૌથી મામલા છે. અમેરિકામાં છેલ્લા બે મહિનાની તુલનામાં હવે બમણા કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે, જોકે મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.
વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસથી દર્દીની સંખ્યા શનિવારે સવાર સુધી વધીને 32 લાખ 91 હજારને પાર કરી ગઈ છે. કુલ 1 લાખ 36 હજાર 652 લોકોના મોત થયા છે. જ્યારે 14 લાખ 54 હજાર સાજા થઈ ગયા છે, જે કુલ સંક્રમિતોના 44 ટકા છે. 16 લાખ 99 હજાર લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જે કુલ સંક્રમિતોના 52 ટકા છે. અમેરિકામાં કુલ 4 ટકા કોરોના સંક્રમિત લોકોના મોત થયા છે.
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સૌથી વધારે 4,26,016 કેસ સામે આવ્યા છે. માત્ર ન્યૂયોર્કમાં 32,375 લોકોના મોત થયા છે. જે બાજ કેલિફોર્નિયામાં 3,12,104 કોરોના દર્દીમાંથી 6,952 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ન્યૂજર્સી, ટેક્સાસ, મેસાચુસેટ્સ, ઈલિનોયલ, ફ્લોરિડા પણ સૌથી વધારે પ્રભાવિત થયા છે.
દુનિયામાં અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2.26 લાખ કેસ સામે આવ્યા છે અને 5388 લોકોના મોત થયા છે. વર્લ્ડોમીટર મુજબ, દુનિયામાં એક કરોડ 26 લાખ 15 હજારથી વધુ લોકો સંક્રમિત છે, જ્યારે મૃતકોની સંખ્યા પાંચ લાખ 62 હજારને પાર પહોંચી છે. 73 લાખથી વધુ લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. 47 લાખ 32 હજાર એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion