શોધખોળ કરો
Coronavirus: કોરોનાથી અમેરિકાના હાલ બેહાલ, છેલ્લા 24 કલાકમાં 64 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 1235નાં મોત
અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા બુધવારે સવાર સુધીમાં વધીને 45 લાખ નજીક પહોંચી ગઈ છે.
![Coronavirus: કોરોનાથી અમેરિકાના હાલ બેહાલ, છેલ્લા 24 કલાકમાં 64 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 1235નાં મોત Coronavirus Pandemic: USA registered over 50 thousand COVID 19 cases on 23rd continue day Coronavirus: કોરોનાથી અમેરિકાના હાલ બેહાલ, છેલ્લા 24 કલાકમાં 64 હજારથી વધુ નવા કેસ નોંધાયા, 1235નાં મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/29151423/corona.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાયરસે હાહાકાર મચાવી રાખ્યો છે. અહીંયા ફરી એક વખત મૃતકોની સંખ્યા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 64 હજારથી નવા મામલા નોંધાયા છે અને 1,235 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સૌથી વધારે મોત અમેરિકામાં નોંધાયા છે. મહાસત્તા અમેરિકામાં સતત 23માં દિવસે 50 હજારથી વધારે કેસ નોંધાયા છે.
કોરોના સંક્રમણ પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડોમીટર મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના દર્દીની સંખ્યા બુધવારે સવાર સુધીમાં વધીને 45 લાખ નજીક પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધીમાં 1,52,310 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 21.80 લાખ લોકો ઠીક થઈ ગયા છે. જે કુલ સંક્રમિતોના 48 ટકા છે. 21 લાખ 64 હજાર હજુ પણ વાયરસથી સંક્રમિત છે.
અમેરિકાના સૌથી મોટા રાજ્ય પૈકીના એક કેલિફોર્નિયામાં સૌથી વધારે 4,74,000 થી વધુ કેસ સામે આવ્યા છે અને 8,714 લોકોના મોત થયા છે. જે બાદ ન્યૂયોર્કમાં 4,41,576 કોરોના દર્દીમાંથી 33,265 લોકોના મોત થયા છે.
આ ઉપરાંત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા પણ ઘણા પ્રભાવિત છે. દેશના 12 રાજ્યોમાં એક લાખથી વધારે મામલા આવ્યા છે. મોટાભાગના રાજ્યોમાં મૃતકોનો આંકડો એક હજારને પાર થઈ ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)