શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: સંક્રમણના મામલા રેકોર્ડ ગતિએ વધતાં આ દેશે લગાવ્યો રાત્રિ કર્ફ્યુ, જાણો વિગત
સરકારે કોરોના વાયરસના પ્રસારને કાબૂમાં લેવા સોમવાર રાતથી કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી એંટીનિયો કોસ્ટાએ રવિવારે સવારે આ જાહેરાત કરી હતી.
Coronavirus: કોરોના સંક્રમણના કેસો ફરીથી વધતાં પોર્ટુગલ સરકારે મહત્વનો ફેંસલો કર્યો છે. સરકારે કોરોના વાયરસના પ્રસારને કાબૂમાં લેવા સોમવાર રાતથી કર્ફ્યુ લગાવવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી એંટીનિયો કોસ્ટાએ રવિવારે સવારે આ જાહેરાત કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું, મહામારી રોકવા અમે શક્ય તમામ પ્રયાસ કર્યા તેમાં જરા પણ શંકા નથી. જો અમે તેમ કરવામાં નિષ્ફળ રહ્યા હોત તો વધારે કડક પગલાં લેવાની જરૂર પડત. રાત્રે કર્ફ્યુ 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અમલી રહેશે.
કર્ફ્યુ દેશના 308માંથી 121 મ્યુનિસિપલ સહિત લિસ્બન અને પોર્ટમાં લગાવવામાં આવશે. સોમવારે દેશમાં 15 દિવસ માટે ઈમરજન્સી લાગુ થશે. માત્ર રાત્રે કામ કરતા લોકોને છૂટ અપાશે. કોસ્ટાએ એમ પણ જણાવ્યું કે, 121 મ્યુનિસિપાલિટીમાં પોર્ટુગલની આશે 70 ટકા વસતી રહે છે અને લોકોને તેમના ઘરમાંથી નીકળવાની મંજૂરી નહીં રહે.
પોર્ટુગલમાં છેલ્લા 24 કલાકર દરમિયાન સંક્રમણના રેકોર્ડ 6640 કેસ નોંધાયા છે. આ આંકડો મહામારીની શરૂઆત કરતાં વધારે છે. અહીં સંક્રમિતોની સંખ્યા 1,73,540 પર પહોંચી છે, જ્યારે મૃતકોની સંખ્યા 2848 થઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion