શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસનો ડર: આ દેશમાં દર્શકો વગર રમાશે રમતગમત સ્પર્ધાઓ, સરકારનો મોટો નિર્ણય
કોરાના વાયરસના કારણે અનેક દેશોમાં મોટી મોટી ઈવેન્ટ્સ રદ કરવામાં આવી રહી છે. એવામાં ઓલિમ્પિક પર પણ કોરોનાનો ખતરો મડરાઈ રહ્યો છે.
ઈટલી: ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. આ ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. ત્યારે ઈટાલી સરકારે મોટો નિર્ણય લીધો છે.
સાવચેતીના ભાગરુપે ઈટાલીમાં તમામ રમતગમત સ્પર્ધા આગામી મહિના સુધી દર્શકો વગર યોજવાનો સરકારે નિર્ણય લીધો છે. ઈટાલીમાં આ ખતરનાક વાયરસથી અસર પામેલાની સંખ્યા વધીને 3 હજારને( 3,089) પાર પહોંચી ગઈ છે. યુરોપના દેશોમાં ઈટાલી પહેલો દેશ છે, જ્યાં કોરોનાએ આટલી ભયાનક તબાહી મચાવી છે.
કોરાના વાયરસના કારણે અનેક દેશોમાં મોટી મોટી ઈવેન્ટ્સ રદ કરવામાં આવી રહી છે. ઓલિમ્પિક પર પણ કોરોનાનો ખતરો મડરાઈ રહ્યો છે.
ઈટલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ 15મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન પાલાઝો ચિગીએ વધુ નોટિસ ન મળે ત્યાં સુધી જાહેર સ્થળોના પ્રવાસને લગતા નિયંત્રણો જાહેર કર્યા છે. સ્થાનિક શિક્ષણ પ્રધાને 15મી માર્ચથી શૈક્ષણિક કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોનાથી ચારેતરફ દહેશત ફેલાઈ ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષમાં જે પણ વાયરસ સામે આવ્યા છે, જો તેની સાથે તુલના કરવામા આવે તો કોરોનાથી મરનારાઓની સંખ્યા ઓછી છે.
- 2003માં સાર્સ વાયરસથી મૃત્યુદર 10 ટકા હતો. સ્વાઈન ફ્લૂથી 4.5 ટકા, ઈબોલાથી 25 ટકા, જ્યારે કોરોનાથી સૌથી ઓછો 2 ટકા મૃત્યુદર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement