કોરોના સંકટ હોવા છતાં દુનિયાના કયા-કયા દેશોએ પર્યટકો માટે ખોલી નાંખ્યા દરવાજા, પર્યટકોએ શું રાખવુ પડશે ધ્યાન, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ આંશિક રીતે લૉકડાઉન છે, અને કેટલાય રાજ્યો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. પરંતુ દુનિયાના કેટલાક દેશો આવે છે જયાં કોરોનાનો પ્રકોપ બિલકુલ નથી, આવા દેશોમાં પર્યટકો માટે આંશિક રીતે કે પછી પુરેપુરી રીતે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કોરોના મહામારીના કારણે ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ વિદેશી પર્યટકો માટે નૉ એન્ટ્રી હતી, પરંતુ હવે કોરોનાના કેસો ઘટતા અને વેક્સિન આતા આમાં ઢીલ અપાઇ છે. કેટલાય દેશોએ વિદેશી પર્યટકો માટે રસ્તાં ખોલી દીધા છે. આ દેશમાં હવે પર્યટકો આસાનીથી અવરજવર કરી શકે છે. પરંતુ સાથે કેટલાક ખાસ અને કડક નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં હજુ પણ આંશિક રીતે લૉકડાઉન છે, અને કેટલાય રાજ્યો હજુ પણ કોરોના સામે ઝઝૂમી રહ્યાં છે. પરંતુ દુનિયાના કેટલાક દેશો આવે છે જયાં કોરોનાનો પ્રકોપ બિલકુલ નથી, આવા દેશોમાં પર્યટકો માટે આંશિક રીતે કે પછી પુરેપુરી રીતે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. વળી, કેટલાક દેશોમાં ફૂલી વેક્સિનેટેડ લોકોને કોઇ અન્ય નિયમો વગર જવાની પરમીશન મળી ગઇ છે. બીજીબાજુ કેટલાક લોકો કોરોનાને લઇને સતર્ક છે અને સાવધાની સાથે પર્યટકોને અવરજવરની પરમીશન આપી રહ્યાં છે. જાણો કયા કયા દેશોએ પર્યટકોને આપી પરમીશન....
આ દેશોમાં મળી છે જવાની પરમીશન.....
થાઇલેન્ડ- લોકપ્રિય પર્યટન દેશ આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે આ જુલાઇએ ફરીથી ખુલવા તૈયાર છે. પરંતુ અહીં ફક્ત ફૂલ વેક્સિનેટેડ લોકોને જ એન્ટ્રી મળશે.
યૂનાઇટેડ કિંગડમ- અહીં 17 મેથી પર્યટન ફરીથી શરૂ થઇ ગયુ છે. અહીં પર્યટકોને લાલ, લીલા, એમ્બર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ભારત આમાં રેડ કેટેગરીમાં છે.
ગ્રીસ- અહીં ફક્ત તે પર્યટક જઇ શકે છે, જેમને વેક્સિનના બન્ને ડૉઝ લીધા છે, કે પછી તેમનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ છે.
આઇસલેન્ડ- અહીં જવા માટે પર્યટકોને પહેલા ટેસ્ટ કરાવવો પડશે અને પછી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડશે. આ નિયમ માનવો વેક્સિનેટેડ પર્યટકો માટે પણ જરૂરી છે.
માલ્ટા- આ દેશમાં એપ્રિલમાં જાહેરાત કરી હતી કે તે આગરમીમાં આવનારા પર્યટકો માટે ખોલી દેવામાં આવશે, અને અહીં આખા યુરોપમાં સૌથી વધુ વેક્સિન લગાવવામાં આવી છે.
સાયપ્રસ- અહીં 65 દેશોના પર્યટકો આવી શકે છે, અહીં આવવા માટે એક ડિજીટલ ગ્રીન પાસપોર્ટ હોવો જોઇએ, અને સાથે જ પર્યટકોએ નેગેટિવ રિપોર્ટ પણ હોવો જોઇએ.
પોલેન્ડ- અહીં જવા માટે પર્યટકોને 10 દિવસ સુધી ક્વૉરન્ટાઇનમાં રહેવુ પડશે. જોકે આ નિયમ વેક્સિનેટેડ લોકો માટે નથી, પરંતુ ટેસ્ટ તેમને પણ કરવો પડશે.