શોધખોળ કરો
Advertisement
લ્યો બોલો, આ દેશે ‘કોરોના વાયરસ’ શબ્દ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો વિગતે
હાલ કોરોના મહામારીની અસર વિશ્વભરમાં છે ત્યારે તે અંગે વાત કરવા પર પોલીસ તુર્કમેનિસ્તાનમાં લોકોને ડિટેન કરી રહી છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે અને આઠ લાખથી વધારે લોકો તેનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. હાલ તે ટ્રેંડિંગ ટોપિક છે અને ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરવામાં આવી રહ્યો છે. આ દમરિયાન તુર્કમેનિસ્તાને એક વિચિત્ર નિર્ણય લીધો છે.
તુર્કમેનિસ્તાને કથિત રીતે Corona virus શબ્દ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રિપોર્ટ પ્રમાણે તુર્કમેનિસ્તાન સરકારના ફરમાન બાદ સ્થાનિક મીડિયા તથા સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વહેંચવામાં આવીરહેલા હેલ્થ ઈન્ફોર્મેશન બ્રોશરમાં પણ આ શબ્દ નથી વાપવામાં આવી રહ્યો. ઉપરાંત એમ પણ કહેવાય છે કે દેશમાં મહામારી સાથે સંકળાયેલો એક પણ કેસ નથી.
હાલ કોરોના મહામારીની અસર વિશ્વભરમાં છે ત્યારે તે અંગે વાત કરવા પર પોલીસ તુર્કમેનિસ્તાનમાં લોકોને ડિટેન કરી રહી છે. લોકો વચ્ચે સ્પેશલ એજન્ટ્સ સાદા વેશમાં હાજર છે. જેઓ છુપાઈને લોકોની વાત સાંભળે છે અને જો લોકો કોરોના વાયરસ અંગે વાત કરે તો સજા પણ કરે છે.
તુર્કમેનના અધિકારીઓના જણાવ્યા મુજબ, તેમના દેશના નાગરિકો પાસે આ મહામારી અંગે મર્યાદીત અને એકતરફી જાણકારી છે. તુર્કમેનિસ્તાનના વર્તમાન રાષ્ટ્રપતિને ‘ફાધર પ્રોટેક્ટર’ પણ કહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement