શોધખોળ કરો

China:"હું સિંગલ છું, શું મને પતિ મળી શકે?"... આ ટ્વિટે ચીની પોલીસને ધંધે લગાડી

પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસને માત આપવા લોકોએ નવો જ કિમીયો શોધી કાઢ્યો છે.

China Covid Protest: ચીનમાં 'ઝીરો કોવિડ પોલિસી'ને લઈને હોબાળો મચી જવા પામ્યો છે. કોરોનાને લઈને બનાવવામાં આવેલા આકરા નિયમોની વિરૂદ્ધમાં લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓના અવાજને દબાવવા માટે પણ બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમ છતાંયે સરકાર વિરોધ પ્રદર્શન પર કાબૂ મેળવી શકી નથી.

રિપોર્ટ્સ અનુસાર વિરોધ પ્રદર્શન સાથે સંકળાયેલા વીડિયો અને ફોટોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેવી જ રીતે વિરોધને લગતી સામગ્રીને વાયરલ કરનારા એકાઉન્ટ્સને પણ આકરા સેન્સર હેઠળ સાયબરસ્પેસ પર મૂકવામાં આવ્યા છે. પોલીસ અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળી રહ્યું છે. જોકે પોલીસને માત આપવા લોકોએ નવો જ કિમીયો શોધી કાઢ્યો છે. પ્રદર્શનકર્તાઓ ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પોલીસને ચકમો આપી હ્યા છે.

ગુઆંગઝૂમાં પોલીસ-વિરોધીઓ વચ્ચે અથડામણ

દક્ષિણ ચીનનાગુઆંગઝૂ  શહેરમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે નવેસરથી અથડામણો થઈ હતી. અહેવાલ મુજબ મંગળવારે રાત્રે અહીં ઓછામાં ઓછા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ સ્થિતિ વણસી રહી છે. જ્યારે ગામમાં ભારે પોલીસ દળ તૈનાત કરાયું છે. અન્ય શહેરોના વિરોધીઓ પણ એકઠા થઈ રહ્યા છે. Twitter પર  #hangzhouથી છલકાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટરનો ઉપયોગ ચીનમાં કરી શકાતો નથી.

ટ્વિટર પર #hangzhouનું ઘોડાપૂર

પોલીસથી બચવા માટે કાર્યકરો હવે વિદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિરોધ સાથે સંબંધિત વીડિયો કે ફોટા સેવ કરી રહ્યા છે. ટ્વિટર પર #hangzhouને લઈને રીતસરનું પૂર આવ્યું છે. #hangzhou સોમવાર રાત્રે 9:39 વાગ્યાથી મંગળવારે સવારે 1:19 વાગ્યાની વચ્ચે ઘણો ટ્રેન્ડ થયો હતો. જ્યારે #hangzhou સાથે 10,000 પોસ્ટ્સ (રીટ્વીટ સહિત) ના નમૂનાનું વિશ્લેષણ કરતા એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો.

વિરોધીઓ કોડમાં સંદેશા મોકલી રહ્યાં છે?

સંશોધનમાં સામે આવ્યું છે કે, આ હેશટેગવાળા મોટાભાગના એકાઉન્ટમાં છોકરીઓની તસવીરો હતી. 454 પોસ્ટ્સમાં સુંદર મહિલાઓની તસવીરો સાથે "હું સિંગલ છું, શું હું ટ્વિટર પર પતિ શોધી શકું?"નો સંદેશો જોવા મળે છે. આવી જ રીતે અન્ય કેપ્શન "લવ નેવર ડાઈઝ" તસવીરો સાથે 908 વખત લખવામાં આવ્યું હતું. આ ટ્વીટ અને રીટ્વીટને જોતા લાગે છે કે, આ હેશટેગ સાથેના આવા મેસેજનો ઉપયોગ ખાસ કોડ તરીકે કરવામાં આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime: સતત બીજા દિવસે ઘર પર પથ્થર મારો અને ઝીંકાઈ સોડાની બોટલ | Abp AsmitaParag Shah:હિંદુઓ જાગી ગયા છે..મહારાષ્ટ્ર સરકાર તો મહાયુતિ જ બનાવી રહી છે..Maharashtra Election 2024: મહારાષ્ટ્રમાં વોટિંગ શરૂ, અક્ષય કુમાર સહિતના દિગ્ગજોએ કર્યું વોટિંગHun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી,  આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી, આ રીતે કરી 25 કરોડ રૂપિયાથી વધુની કમાણી
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
Assembly Elections 2024 Live: 'BJP કરે છે વોટ જેહાદ, અહી બનશે MVAની સરકાર', નાના પટોળેનો મોટો દાવો
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
ધુમ્મસના કારણે ટ્રેન કેન્સલ થાય તો કેવી રીતે મળશે રિફંડ? જાણો શું છે નિયમ?
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
પેન્શનધારકોને લાઇફ સર્ટિફિકેટ માટે ધક્કા ખાવા નહી પડે, ઘરે બેઠા મળશે સુવિધા
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Amla Benefits: વાળથી લઇને પેટ સુધી ફાયદાકારક છે આમળા, શિયાળામાં આ રીતે ખાવ
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
Maharashtra Assembly Election 2024: અક્ષય કુમારે મુંબઇમાં આપ્યો મત, રાજકુમાર રાવ અને અલી ફઝલે કર્યું મતદાન
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
E-Aadhaar: E-Aadhaar શું હોય છે, જાણો તમારા આધાર કાર્ડથી કેટલું છે અલગ?
Embed widget