શોધખોળ કરો
Advertisement
કોરોના મામલે ટ્રમ્પે WHOને ખખડાવ્યુ, કહ્યું- ચીનનો પક્ષ લેશો તો ફન્ડિંગ રોકી દઇશુ
ખાસ વાત છે કે, WHOને અમેરિકા તરફથી સૌથી વધુ ફન્ડિંગ મળે છે. ટ્રમ્પે કહ્યું કે હાલ 'અમેરિકા પહલે' નો નારો લગાવાશે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાઇ રહેલા કોરોના વાયરસના પ્રકોપની વચ્ચે હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે WHOને આડેહાથે લીધુ છે. ટ્રમ્પે WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે, આ મામલે ટ્રમ્પે ફન્ડિંગ રોકવાની પણ ધમકી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારી મામલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOને કહ્યું કે, તે ચીન પર વધારે પડતુ ધ્યાન ના આપે, નહીં તો ફન્ડિંગ રોકવામાં આવશે.
ટ્રમ્પે કહ્યું કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને અમેરિકા તરફથી મોટા પ્રમાણમાં ફન્ડિંગ મળે છે, મે ચીન માટે યાત્રા પર બેન લગાવ્યુ તો મારી સાથે અસહમત હતા, અને તેમને WHOએ મારી નિંદા કરી હતી. તે લોકો કેટલીય વસ્તુઓમાં ખોટા હતા. એવુ લાગી રહ્યું છે કે તે ચીન પર વધારે ધ્યાન આપી રહ્યાં છે. અમે WHOના ફન્ડિંગ પર રોક લગાવવા જઇ રહ્યાં છીએ.
ખાસ વાત છે કે, WHOને અમેરિકા તરફથી સૌથી વધુ ફન્ડિંગ મળે છે. ટ્રમ્પે કહ્યું કે હાલ 'અમેરિકા પહલે' નો નારો લગાવાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement