શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં અશ્વેત યુવકની હત્યાથી ભડક્યાં તોફાનો, 25 શહેરોમાં કરફ્યુ, ટોળા વ્હાઈટ હાઉસમાં ઘૂસી ગયાં
પોલીસે જ્યારે અશ્વેત વ્યક્તિની ધરપકડ કરી હતી તે સમયનો વીડિયો વાયરલ થયો હતો.
વોશિંગ્ટનઃ કોરોના સંકટ કાળમાં અમેરિકાં ગૃહ યુદ્ધ જેવી હાલત થઈ ગઈ છે. અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લૉયડનું પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાદ ભડકેલી હિંસા વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ગયા છે. રવિવારે પથ્થરમારા બાદ ટ્રમ્પને સુરક્ષિત બંકરમાં લઈ જવામાં આવ્યા છે. વોશિંગ્ટન, ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિત અમેરિકાના ઘણા શહેરોમાં સંચારબંધી લગાવી દેવામાં આવી છે.
અનેક સ્થળે ખાનગી અને સરકારી વાહનોને આગ લગાવવાની ઘટના સામે આવી છે. હિંસક દેખાવો બાદ પોલીસ અધિકારીને તાત્કાલિક સજા કરવા તેમજ રંગભેદ સમાપ્ત કરવાની માંગણી ઉઠી છે. પોલીસ સ્ટેશન અને વાહનો પર પેટ્રોલ બોંબ ઝીંકવામાં આવ્યા હતા. મિનીઆપોલિસ શહેરમાં અશ્વેત યુવકનું પોલીસ કસ્ટડીમાં મોત બાદ ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે.
પોલીસે જ્યારે અશ્વેત વ્યક્તિની ધરપકડ કરી હતી તે સમયનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ કસ્ટડીમાં તેના મોત બાદ મિનેપોલિસમાં હિંસા ભડકી હતી અને બાદમાં તે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી. વોશિંગ્ટનમાં મોટી માત્રામાં લોકો વ્હાઇટ હાઉસ બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કરતા હતા. દેખાવકારોએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પોલીસ પર ફેંકી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા ટિયર ગેસ છોડ્યા હતા. ઉપરાંત દેખાવકારોએ વ્હાઇટ હાઉસ નજીક શેવલેટ ગાડીમાં આગ લગાડી દીધી હતી. આ ગાડીનો પોલીસ અને સ્પેશિયલ સર્વિસના અધિકારીઓ ઉપયોગ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાંથી 1400 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.Nearly 40 cities including Washington DC impose curfews in response to violent protests across US
Read @ANI Story | https://t.co/n3Pp9xdES3 pic.twitter.com/n9yODQZ7gp — ANI Digital (@ani_digital) June 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement