Cyclone : કહાની એક એવા ચક્રવાતની જેને પાકિસ્તાનના બે ટુકડા કરી નાખેલા
આ તોફાનના રાજકીય અને સામાજિક પરિણામો અને ઇતિહાસની ભરતીના વળાંકનું આ ઉદાહરણ છે.
Formation of Bangladesh Cyclone : 12 નવેમ્બર 1970ના રોજ પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)ના દરિયાકાંઠે એક તોફાન ત્રાટક્યું હતું. જેને પાછળથી વિશ્વ હવામાન સંસ્થાએ વિશ્વનું સૌથી વિનાશક ઉષ્ણકટિબંધીય ચક્રવાત તરીકે જાહેર કર્યું હતું. તેના કારણે થયેલા વિનાશને કારણે પૂર્વ પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ શરૂ થયું અને અંતે વિદેશી લશ્કરી હસ્તક્ષેપ તરફ દોરી ગયું, જેણે તેને બાંગ્લાદેશના નવા રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું. આ તોફાનના રાજકીય અને સામાજિક પરિણામો અને ઇતિહાસની ભરતીના વળાંકનું આ ઉદાહરણ છે.
ચક્રવાતમાં લગભગ 5 લાખ લોકોના થયા હતા મોત
ચક્રવાત ભોલાએ 3,00,000 થી 5,00,000 લોકોના જીવ લીધા હતાં. જેમાંથી મોટાભાગના બંગાળની ખાડીના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં મૃત્યુ પામ્યા. લાખો લોકો રાતોરાત તેનો ભોગ બન્યા હતા અને વિદ્વાનોએ લખ્યું હતું કે અપૂરતા રાહત પ્રયાસોએ અસંતોષને વેગ આપ્યો હતો.જેની પ્રચંડ રાજકીય અસરો થઈ હતી, જે સામાજિક અશાંતિ અને ગૃહ યુદ્ધ અને નવા રાષ્ટ્રની રચના તરફ દોરી ગઈ હતી.
વિશ્વની સૌથી વિનાશક કુદરતી આફતોમાંની એક
નિષ્ણાતોના મતે, રેકોર્ડ પરની સૌથી વિનાશક કુદરતી આફતોમાંથી એક છે અને 20મી સદીની સૌથી ભયંકર કુદરતી હોનારત હતી. વાવાઝોડું દરિયાકાંઠે અથડાતા પહેલા રેડિયો પર વારંવાર વર્ણન સાથે 'રેડ-4, રેડ-4' ચેતવણી જારી કરવામાં આવી હતી. લોકો ચક્રવાત શબ્દથી તો પરિચિત હતા પરંતુ તેઓ એ નોતા જાણતા કે રેડ-4નો અર્થ 'રેડ એલર્ટ' થાય છે.
1,91,951 મૃતદેહોના ઠગલા મળેલા
ત્યાં 10-નંબરના વોર્નિંગ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં વાવાઝોડાની તીવ્રતા જણાવવામાં આવી હતી. પશ્ચિમ પાકિસ્તાનમાં (આજનું પાકિસ્તાન), જનરલ યાહ્યા ખાનની આગેવાની હેઠળની તત્કાલીન સરકારે દાવો કર્યો હતો કે, લગભગ 1,91,951 મૃતદેહો મળી આવ્યા હતાં અને લગભગ 150,000 લોકો ગુમ હતાં. આ આંકડાઓમાં એવા હજારો લોકોનો તો સમાવેશ જ થતો નથી જેઓ દરિયામાં વહી ગયા હતા કે કાદવમાં દટાઈ ગયા હતા અથવા દૂરના ટાપુઓ પર જેઓ ફરી ક્યારેય મળ્યા ન જ નહોતા.
અનેક ગામ લોકો પાણીના પ્રવાહમાં વહી ગયા હતા. તો પાક નાશ પામ્યો હતો. સૌથી વધુ અસરગ્રસ્ત ઉપજિલ્લા તજુમુદ્દીનમાં 45 ટકાથી વધુ વસ્તી (1,67,000 લોકો) મૃત્યુ પામી હતી. લાચાર લોકો પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા, પરંતુ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા અને ભારે ભરતીમાં દરિયામાં ધોવાઈ ગયા હતા. જેના કારણે તેમના મૃતદેહ દરિયાકિનારા પર પડેલા મળી આવ્યા હતા. પૂર્વ પાકિસ્તાનનું રાજકીય નેતૃત્વ સંભવિત જોખમી દરિયાકાંઠાના પ્રદેશ પ્રત્યે દર્શાવવામાં આવેલી ઉદાસીનતાથી નારાજ હતું. રાહત કાર્ય માટે અપૂરતી મશીનરી અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ચક્રવાત પછી રાજકીય ચળવળ ભભુકી
વિશ્લેષકોએ દલીલ કરી હતી કે, 1970ના ચક્રવાતને રાજકીય ઉથલપાથલ અને અલગતા માટે શ્રેય આપવો જોઈએ. તેમણે કહ્યું કે 'ભોલા'એ પૂર્વ પાકિસ્તાનમાં હાલના સામાજિક-રાજકીય અને આર્થિક તણાવમાં વધારો કર્યો. 1970ના ચક્રવાતે પૂર્વ પાકિસ્તાનનું રાજકીય માળખું બદલ્યું ન હતું, તેના બદલે તેણે પૂર્વ પાકિસ્તાનની સ્વાયત્તતાની માંગને વેગ આપ્યો હતો. નેશનલ અવામી પાર્ટીના નેતા અબ્દુલ હમીદ ભાસનીએ જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં લાખો લોકોના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી પગલાં લેવા પ્રત્યે સંઘીય વહીવટીતંત્રની અયોગ્યતા તેની ઉદાસીનતા દર્શાવે છે.
લાંબી મુસાફરી પછી ચક્રવાત પ્રભાવિત વિસ્તારમાં પહોંચનારા તેઓ પ્રથમ નેતા હતા. સવારની નમાઝમાં તેમણે નોઆખલી જિલ્લામાં જેહાદનું આહ્વાન કર્યું. તેમણે કહ્યું હતું કે, અન્યાય સામે લડવું પડશે અને તેમની પાસે સ્વતંત્ર પૂર્વ પાકિસ્તાન હોવું જોઈએ. ત્યાર બાદ અવામી લીગના નેતા શેખ મુજીબે ચક્રવાત ભોલાના પીડિતો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ રીતે કુદરતી આફતને રાજકીય રંગ આપી દેવામાં આવ્યો.