શોધખોળ કરો

ઈઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસ યુદ્ધવિરામ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત 

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પે ઇઝરાયલ-લેબનાન વચ્ચે ૧૦ દિવસના યુદ્ધવિરામની જાહેરાત કરી.
  • બંને દેશોના નેતાઓ શાંતિ સ્થાપિત કરવા સંમત થયા છે.
  • વોશિંગ્ટનમાં પ્રતિનિધિમંડળો મળ્યા, ટ્રમ્પે શાંતિ માટે નિર્દેશ આપ્યો.

Israel Lebanon Ceasefire: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એક મોટી જાહેરાત કરી હતી. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે ઇઝરાયલ અને લેબનાન વચ્ચે 10 દિવસનો યુદ્ધવિરામ થયો છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે તેમની ખૂબ જ સારી વાતચીત થઈ છે. બંને નેતાઓ શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસનો યુદ્ધવિરામ કરવા સંમત થયા હતા.

મારા માટે આ સન્માનની વાત છે: ટ્રમ્પ

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, "મંગળવારે, 34 વર્ષમાં પહેલી વાર બંને દેશોના પ્રતિનિધિમંડળો વોશિંગ્ટનમાં અમારા  વિદેશ મંત્રી,  માર્કો રુબિયો સાથે મળ્યા હતા. મેં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ અને વિદેશ મંત્રી રૂબિયોને જોઈન્ટ  ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન, ડેન રેઝિન કેનની સાથે મળી  ઇઝરાયલ અને લેબનાન સાથે કામ કરવા નિર્દેશ આપ્યો છે જેથી એક કાયમી શાંતિ સ્થાપી શકાય" વિશ્વભરમાં નવ યુદ્ધો ઉકેલવા એ મારા માટે સન્માનની વાત રહી છે, અને આ મારું 10મું યુદ્ધ હશે, તો ચાલો તેને પૂર્ણ કરીએ!"

લેબનાનના રાષ્ટ્રપતિ સાથે થઈ ટ્રમ્પની વાત

આ પહેલા લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ આઉને એક્સ પર પોસ્ટ કરતા કહ્યું હતું કે  યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની વચ્ચે વાતચીત થઈ હતી. વાતચીત દરમિયાન, જોસેફ આઉને યુદ્ધવિરામમાં મધ્યસ્થી કરવા અને સ્થાયી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના તેમના પ્રયાસો બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઇઝરાયલે લેબનાનમાં પુલ તબાહ કર્યો

યુદ્ધવિરામની જાહેરાત થાય તે પહેલાં લેબનાન સેનાએ અહેવાલ આપ્યો હતો કે 16 એપ્રિલે, ઇઝરાયલી દળોએ તાયરમાં કાસ્મીયેહ પુલને નિશાન બનાવ્યો હતો અને તેનો નાશ કર્યો હતો. સેનાએ તેને દેશ સામે તેના ચાલુ આક્રમણના ભાગ રૂપે વર્ણવ્યું હતું. સેનાએ જણાવ્યું હતું કે આ હુમલો દક્ષિણ લિટાની ક્ષેત્રને ઉત્તરીય ક્ષેત્રથી અલગ કરવાનો હતો. હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે તૈનાત એક સૈનિક પણ ઘાયલ થયો હતો. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ડોનાલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ પર અમેરિકામાં બબાલ, 25 રાજ્યોએ કર્યો કેસ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
Embed widget