Facebook અને Twitterને ટક્કર આપવા Donald Trump આ દિવસે લોન્ચ કરશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાના છે
ન્યૂયોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાના છે. આમ કરીને તેઓ ફેસબુક અને ટ્વિટરને ટક્કર આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે પોતાનું સોશિયલ મીડિયા વેન્ચર Truth Social લોન્ચ કરશે.
આ એપને Apple App Store પર લોન્ચ કરવામાં આવી શકે છે.કેટલાક રિપોર્ટ અનુસાર, આ પ્લેટફોર્મના ટેસ્ટ વર્ઝન સાથે જોડાયેલી એક એક્ઝિક્યુટિવે જણાવ્યું છે કે આ એપ 21 ફેબ્રુઆરીએ લોન્ચ થઈ શકે છે.
નોંધનીય છે કે ઓક્ટોબર 2021માં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેઓ એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવા જઈ રહ્યા છે, જેનું નામ ટ્રુથ સોશિયલ હશે. આ એપની માલિકી તાજેતરમાં રચાયેલા Trump Media & Technology Group પાસે રહેશે. શુક્રવારે મોડી રાત્રે કંપનીના Chief Product Officerના વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ પરથી આ એપને લઈને અનેક ટ્વિટ કરવામાં આવ્યા છે.
એક ટ્વિટર યુઝરે એપને પબ્લિક રીલિઝ પર સવાલ કર્યો હતો તો એક્ઝિક્યુટીવે કહ્યું કે અમે આ એપને Apple App store પર સોમવાર, 21 ફેબ્રુઆરીના રોજ રીલિઝ કરાશે. નોંધનીય છે કે 15 ફેબ્રુઆરીએ પૂર્વ રાષ્ટ્રપતિના મોટા દીકરા Donald Trump Jrએ એક સ્ક્રીનશોર્ટ પોસ્ટ કરી હતી આ સ્ક્રીનશોર્ટ તેના પિતા @realDonaldTrumpના વેરિફાઇડ એન્કાઉન્ટનો હતો જે Truth Social મીડિયા પરની પ્રથમ પોસ્ટ હતી.
14 ફેબ્રુઆરીએ પોતાની પોસ્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'તૈયાર રહો! તમારા મનપસંદ રાષ્ટ્રપતિ જલદી તમારી સાથે મુલાકાત કરશે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની શરૂઆત સાથે ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા ફરશે. 6 જાન્યુઆરી 2021ની ઘટના બાદ તેઓને ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબ પર પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.
દરરોજ 100 રૂપિયાથી પણ ઓછા રૂપિયા બચાવીને બાળકોનું ભવિષ્ય કરો સુરક્ષિત, LICની આ સ્કીમમાં કરો રોકાણ
જેને આપણે અનહેલ્ધી ગણીને અવોઇડ કરીએ છીએ, એ પાણી પુરીના પાણીના છે અનેક ફાયદા, જાણો હેલ્થ ફેક્ટ
ફિલ્મો છોડીને કરિના કપૂર આવી રહી છે આ સીરિયલમાં, જાણો આ કઇ સીરિયલ છે ને કઇ ચેનલ પરથી દેખાશે.......