શોધખોળ કરો
Advertisement
કાશ્મીરનું નામ લીધા વગર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું માત્ર મોદીને જ નહીં ઇમરાન ખાનને....
હાઉડી મોદી ઈવેન્ટ માટે અત્યાર સુધી 50 હજારથી વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તે ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓ સાથે ટૂંકમાં જ મુલાકાત કરશે. તેમણે સાથે જ કહ્યું કે, બન્ને દેશોની વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં ઘણી પ્રગતિ થઈ છે. ટ્રમ્પ 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં થનારી હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ભારતીય અમેરિકનોને સંબોધિત કરશે પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે, તે પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સાથે ક્યારે મુલાકાત કરશે. કહેવાય છે કે, તેઓ ન્યૂયોર્કમાં થનારી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દરમ્યાન જ ઈમરાન ખાન સાથે વાત કરવાના છે.
હાઉડી મોદી ઈવેન્ટ માટે અત્યાર સુધી 50 હજારથી વધારે રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. ‘હાઉડી’નો અર્થ થાય છે હાઉ ડૂ યુ ડૂ? (તમે કેમ છો?) આ કાર્યક્રમમાં મોદી અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગ પણ કરશે. ત્યારપછી તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે.
મોદી 21 સપ્ટેમ્બરે અમેરિકાની મુલાકાતે જવાના છે. ત્યારપછી તેઓ સૌથી પહેલાં હ્યુસ્ટન પહોંચશે. 23થી 27 સપ્ટેમ્બર સુધી વડાપ્રધાન યુએન મહાસભામાં ભાગ લેશે. રિપોર્ટ્સ પ્રમાણે બંને દેશોના અધિકારી આ ખાસ સમયનું મહત્વ સમજીને મોદી અને ટ્રમ્પ વચ્ચે વોશિંગ્ટનમાં એક બેઠક આયોજીત કરે તેવી શક્યતા છે. 25 અને 26 સપ્ટેમ્બરે ટ્રમ્પ અને મોદી વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા થવાની શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement