શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પે કહ્યું કોરોનાની સારવારને લઈને બે સપ્તાહમાં આપીશ ખુશખબર, કરશે મોટી જાહેરાત
એનઆઈએચની યોજના લગભગ 30,000 વોલિન્ટિયર્સ પર રસીનું ટ્રાયલ કરવાનું છે.
વોશિંગ્ટનઃ અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેનું પ્રશાસન આગામી બે સપ્તાહની અંદર કોરોનાની સારવારને લઈને સારા સમાચાર આપશે. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “કોવિડ 19ની સારવાર સંબંધમાં...મને લાગે છે કે આગામી બે સપ્તાહમાં અમારી પાસે કહેવા માટે વાસ્તવમાં ઘણા સારા સમાચાર હશે. આગામી બે સપ્તાહમાં હું કેટલીક જાહેરાત કરીશ.”
આ પહેલા સોમવારે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, અમેરિકાના વૈજ્ઞાનિકોએ બાયોટેક્નોલોજી કંપની મોડર્ન દ્વારા વિકસિત સંભવિત કોવિડ 19 રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કર્યું છે.
એનઆઈએચની યોજના લગભગ 30,000 વોલિન્ટિયર્સ પર રસીનું ટ્રાયલ કરવાનું છે.
અમેરિકન સરકારે આપ્યા 472 મિલિયન ડોલર
અમેરિકન કંપની મોડર્ના વેક્સીન લાવવાની ખૂબ જ નજીક છે. મોડર્નાની રસીનું ફાઇનલ સ્ટેજ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. રસીનાં ટ્રાયલમાં મદદ માટે અમેરિકાની સરકારે બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીને મોડર્ન કંપનીને વધારાના 472 મોલિયિન ડોલર આપ્યા છે. આ પહેલા કંપનીને એપ્રિલમાં અમેરિકાની સરકારે 483 મિલિયન ડોલર આપ્યા હતા. અંદાજે 30,000 લોકો પર એ જાણવા માટે શોધ થશે કે આ રસી કોરોના વાયરસથી બચવામાં કેટલી પ્રભાવશાળી છે.
અમેરિકામાં કોરોનાની જે પ્રથમ રસીનું ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે, તે વૈજ્ઞાનિકોને આશા મુજબ લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સરકારને આશા છે કે તેના પરિણામ વર્ષના અંત સુધી સામે આવશે. આ રસીની એક મહિનીની અંદર બે ડોઝ આપવા જરૂરી છે. તેના કોઈ ગંભીર દુષ્પરિણામ આવ્યા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
સમાચાર
Advertisement