શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અફઘાનિસ્તાનઃ તાલિબાની હુમલામાં 30 સૈનિકો અને પોલીસ જવાનોના મોત
નવી દિલ્હીઃ ઉત્તર અફઘાનિસ્તાનમાં બે ચોકીઓ પર તાલિબાની હુમલો થયો હતો જેમાં ઓછામાં ઓછા 30 સૈનિકો અને પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ઉત્તરી બગલાન પ્રાન્તમાં પ્રાંતિય પરિષદના પ્રમુખ મોહમ્મદ સફદર મોહસેનીએ જણાવ્યું કે, બગલાન-એ-મરકજીમાં મોડી રાત્રે આતંકીઓએ ચોકીઓમાં આગ લગાવી દીધી હતી. બગલાનથી સાંસદ દિલાવર અયમાકે હુમલાની પુષ્ટી કરી હતી. તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુઝાહિદને હુમલાની જવાબદારી લીધી છે.
પ્રાંતિય ગર્વનરના પ્રવક્તા આરિફ નૂરીએ કહ્યું કે, તાજેતરમાં 35 નાગરિકો માર્યા ગયા બાદ જનજીવન સામાન્ય થઇ રહ્યું હતું. જોકે, શહેરમાં હજુ પણ ઘાયલ લોકો આવી રહ્યા છે. દક્ષિણ જાબુલ પ્રાન્તમા આજે એક પોલીસ ચોકી પર તાલિબાની હુમલામાં ચાર પોલીસ કર્મચારીઓના મોત થયા છે. હુમલામાં ત્રણ અન્ય અધિકારી ઘાયલ થયા હતા. સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચે સંઘર્ષમાં સાત હુમલાખોર માર્યા હતા અને પાંચ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion