શોધખોળ કરો

જે મિસાઇલને બનાવવામાં ફેઇલ થયું અમેરિકા, ભારતે તેવી 3-3 Missile બનાવી લીધી, પાક-ચીન ટેન્શનમાં

DRDO’s Project Dhvani: હાયપરસૉનિક મિસાઇલ એવા શસ્ત્રો છે જે અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે એટલે કે 6,200 પ્રતિ કલાકની ઝડપે ઉડીને તેમના લક્ષ્ય પર હુમલો કરે છે

DRDO’s Project Dhvani: સપના ઘણીવાર ફક્ત તે લોકો માટે સાચા થાય છે જેઓ તેને પૂર્ણ કરવા માટે સતત પ્રયત્ન કરે છે. દુનિયાભરમાં શક્તિનું પ્રતિક ગણાતું અમેરિકા પણ હાઈપરસૉનિક મિસાઈલ બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, પરંતુ એક સમયે ટેક્નોલોજીકલ ક્ષમતાના મામલામાં દુનિયાથી પાછળ ગણાતું ભારત આજે 3-3 સુપર મિસાઈલ વિકસાવીને સમગ્ર વિશ્વને પડકાર ફેંકી રહ્યું છે.

પ્રૉજેક્ટ ધ્વનિ અંતર્ગત હાઇપરસૉનિક મિસાઇલ 
જે દેશ ટેકનિકલ ક્ષમતામાં પાછળ હતો તે દેશ આજે વિશ્વના નેતાઓમાં ગણાય છે. આનો શ્રેય ભારતીય વૈજ્ઞાનિકોના જુસ્સા અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની મહેનતને જાય છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિકોએ પ્રૉજેક્ટ ધ્વનિ હેઠળ આવા હાઇપરસૉનિક હથિયારો બનાવ્યા છે, જેને રોકવું હવે અશક્ય છે.

ધ્વનિની ગતિથી પણ તેજ હોય છે હાઇપરસૉનિક મિસાઇલ
વાસ્તવમાં, હાયપરસૉનિક મિસાઇલ એવા શસ્ત્રો છે જે અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે એટલે કે 6,200 પ્રતિ કલાકની ઝડપે ઉડીને તેમના લક્ષ્ય પર હુમલો કરે છે. તેમની વધુ ઝડપ અને ઓછી ઉંચાઈ પર ઉડવાની વિશેષતાના કારણે આ હાઈપરસૉનિક મિસાઈલો અત્યંત જોખમી બની જાય છે, જેને કોઈ રડાર શોધી શકતું નથી. DRDOની આ હાઇપરસૉનિક ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે. હાઇપરસૉનિક મિસાઇલ રૉકેટ એન્જિન દ્વારા છોડવામાં આવે છે અને 6 થી 7 મેકની ઝડપે વાતાવરણમાં ઉડે છે. વળી, તે 1,500 કિલોમીટરથી વધુની રેન્જમાં પેલૉડ વહન કરવામાં સક્ષમ છે.

ભારતની ત્રણેય સેનાઓ માટે અત્યંત ઉપયોગી છે હાઇપરસૉનિક મિસાઇલ 
અવાજની ઝડપ કરતાં 5 ગણી વધુ ઝડપે ઉડવાની ક્ષમતાને કારણે અને કોઈપણ રડાર દ્વારા શોધી શકાતી નથી, આ હાઇપરસૉનિક મિસાઈલ ભારતની ત્રણેય સેનાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) માટે ખૂબ જ ઉપયોગી છે. આમાં મિસાઈલમાં સ્ક્રેમજેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઉડાન દરમિયાન મિસાઈલની ગતિ જાળવી રાખે છે. ભારતનું બ્રહ્મૉસ-2 આ હાઇપરસૉનિક ટેક્નોલોજીનું ઉત્તમ ઉદાહરણ છે. તમને જણાવી દઈએ કે DRDO હાલમાં ત્રણ અલગ-અલગ ડિઝાઇન પર કામ કરી રહ્યું છે.

પાકિસ્તાન અને ચીનની હવે ખેર નહીં 
નોંધનીય છે કે, ભારતે એકવાર ભૂલથી પાકિસ્તાન તરફ બ્રહ્મૉસ મિસાઈલ છોડી હતી, જેને પાકિસ્તાન ટ્રેક કરી શક્યું ન હતું. વળી, હવે બ્રહ્મૉસ-2 અને પ્રૉજેક્ટ ધ્વનિની હાઇપરસૉનિક મિસાઇલો સામે પાકિસ્તાન જ નહીં પરંતુ ચીન અને અમેરિકાની સંરક્ષણ પ્રણાલી પણ સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહી છે. જ્યારે અમેરિકા અત્યાર સુધી તેના હાઇપરસૉનિક પ્રૉગ્રામને સફળ બનાવી શક્યું નથી, ત્યારે ભારતે રશિયા સાથે મળીને આ ટેક્નોલોજીમાં મહારત મેળવી છે.

આ પણ વાંચો

ભારતે સીરિયામાંથી 75 નાગરિકોને સુરક્ષિત બહાર કાઢ્યા, લેબનાનના રસ્તે થઇ ઘર વાપસી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget