શોધખોળ કરો
Advertisement
Coronavirus Effect: ભારત-અમેરિકા સહિતના દેશોમાં આવશે મંદી પણ ચીનને નહીં થાય અસર
કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર ચીન હોવા છતાં તેના અર્થતંત્રમાં 3.3 ટકા વૃદ્ધી થવાની સંભાવના છે.
નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ભારતમાં સંક્રમિત લોકોની સંખ્યા 630ને પાર કરી ગઈ છે, જ્યારે વિશ્વમાં 4,70,000થી વધારે લોકો વાયરસના ભરડામાં આવી ગયા છે. ભારતમાં 13 અને વિશ્વમાં 14,000થી વધારે લોકોના મોત થયા છે. કોરોના વાયરસના કારણે વિશ્વની 20 ટકા વસતી ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બની છે.
આ દરમિયાન G-20 દેશોના GDPમાં 2020માં 0.5 ટકાનો ઘટાડો થશે. તેનાથી અમેરિકાના અર્થતંત્રમાં 2 ટકા અને યૂરોઝોનના અર્થતંત્રમાં 2.2 ટકાનો ઘટાડો જોવા મળશે. જોકે, કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર ચીન હોવા છતાં તેના અર્થતંત્રમાં 3.3 ટકા વૃદ્ધી થવાની સંભાવના છે.
G-20માં આ દેશો છે સામેલ
જી-20ના સમૂહમાં આર્જેન્ટીના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, કેનેડા, ચીન, યૂરોપીય સંઘ, ફ્રાંસ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, ઈટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઈટેડ કિંગડમ અને અમેરિકા સામેલ છે.
વિશ્વની બે તૃતીયાંશ વસતી છે જી-20 દેશો
જી-20માં સામેલ દેશો વિશ્વના જીડીપીનો 85 ટકા હિસ્સો બનાવે છે. એટલું જ નહીં આ દેશોનો વૈશ્વિક વ્યાપારમાં 80 ટકા હિસ્સો છે અને દુનિયાની બે તૃતીયાંશ વસતી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement