શોધખોળ કરો
Advertisement
ઈંગ્લેન્ડમાં લૉકડાઉન-2ની જાહેરાત, કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 10 લાખને પાર
બ્રિટનમાં દરરોજ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસા કેસ નોંધાઈ રહ્યાં છે.
નવી દિલ્હી: કોરોના કહેર વધતા ઈંગ્લેડમાં ફરી લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી બોરિસ જૉનસે બે સપ્ટેમ્બર સુધી વધુ એકવાર લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. જો કે, આ લૉકડાઉનમાં સ્કૂલો અને યુનિવર્સિટીઓ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. બીન જરૂરી દુકાનો, રેસ્ટરા, પબ અને હોટલ બંધ રહશે. તે સિવાય મુસાફરી પર પણ પ્રતિબંધ છે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 લાખને પાર પહોંચી ગઈ છે.
બ્રિટનમાં દરરોજ 20 હજારથી વધુ નવા કોરોના વાયરસા કેસ નોંધાઈ રહ્યાં છે. 31 જાન્યુઆરીથી 31 ઓક્ટોબર 2020 વચ્ચે ઈંગ્લેડમાં 10,11,660 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં 21,951 નવા કેસ સામે આવ્યા હતા અને 326 મોત થયા હતા. ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ટુગલ, ઓસ્ટ્રિયા અને જર્મની જેવા દેશોએ કોરોનાની સંભવિત બીજી લહેરને જોતા અગાઉથી જ કડક પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion