શોધખોળ કરો

China : કોરોના મહામારીમાં ભારત માટે સોનેરી તક, ચીનને પછાડી બની શકે છે 'ફેક્ટ્રી ઓફ વર્લ્ડ'?

આમ પણ ભારત જે રીતે મોંઘવારી સહિત તમામ પ્રકારના આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો ઉકેલ લાવવા ભારતે વર્લ્ડ ફેક્ટરી બનવાને લઈને વિચારવું જ પડશે.

China Covid Crisis : કોરોનાનો કહેર હવે ચીનની અર્થવ્યવસ્થા પર ભારે પડી રહ્યો છે. આ સંક્રમણને કારણે હવે ફેક્ટરી ઓફ વર્લ્ડનો તાજ ગુમાવે તેવી શક્યતા વધી ગઈ છે. કોરોનાના ભયાનક સંક્રમણને કારણે ચીનની ફેક્ટરીઓમાં મજૂરોની ભારે અછત સર્જાઈ છે. આ સ્થિતિમાં અહીં ઉત્પાદન ઘટવા લાગ્યું છે. પરંતુ આ સમસ્યા માત્ર કોરોનાને કારણે નથી ઉભી થઈ. તેનું બીજું કારણ એ પણ છે કે ચીનમાં લોકો હવે ઓછા વેતન પર ફેક્ટરીનું જોખમી કામ કરવા તૈયાર નથી. ખાસ કરીને યુવાનો ચીનની ફેક્ટરીઓમાં ઓછા વેતને કામ નથી કરવા માંગતા અને તેમાં પણ કોરોનાના વધતા જતા કેસોની અસર ચીનની ફેક્ટરીઓ પર પણ પડી રહી છે જેના કારણે ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું છે.

શું ભારત બનશે વર્લ્ડ ફેક્ટ્રી?

આ સ્થિતિમાં ભારત ચીનની આ વર્તમાન અને આવનારી સમસ્યાનો ફાયદો ઉઠાવી શકે છે.  આમ પણ ભારત જે રીતે મોંઘવારી સહિત તમામ પ્રકારના આર્થિક પડકારોનો સામનો કરી રહ્યું છે તેનો ઉકેલ લાવવા ભારતે વર્લ્ડ ફેક્ટરી બનવાને લઈને વિચારવું જ પડશે. આ સમસ્યાના ઉકેલ માટે ભારતે સારા પગારવાળી નોકરીઓ ઊભી કરવી પડશે. તેના માટે મેન્યુફેક્ચરિંગ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે અકુશળ વર્કફોર્સથી લઈને સ્કિલ્ડ લેબર સુધીના દરેક માટે તકો પુરી પાડી શકે છે. આમ પણ તમામ પડકારો વચ્ચે પણ ભારતે આ વર્ષે જે રીતે પ્રદર્શન કર્યું છે તેનાથી ઉદ્યોગ જગત પણ ખૂબ જ ઉત્સાહિત છે.

અમેરિકા સપ્લાય ચેઈન બનનારા દેશને કરશે મદદ

તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં 14 સભ્યોની ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્કની બેઠક યોજાઈ હતી. દુનિયાએ મેન્યુફેક્ચરિંગ માટે ચીનનો વિકલ્પ શોધવો જોઈએ તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો. અમેરિકાએ આ ફોરમના ચાર પિલર્સમાંથી એક તરીકે સપ્લાય ચેઈનને પ્રોત્સાહન આપવા પહેલ કરી છે. અમેરિકાએ ચીનની જગ્યા લેવા તૈયાર સક્ષમ દેશોમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે.

સસ્તી અને મોટી લેબરફોર્સના જોરે બની શકાય વર્લ્ડ ફેક્ટરી?

ભારતની વિશાળ લેબર ફોર્સ અને ઓછો વેતન દર આ પ્રયાસને સફળ બનાવવા સક્ષમ છે. આમ પણ હાલ ચીનની ફેક્ટરીઓમાં સૌથી મોટી સમસ્યા સસ્તી મજૂરીની છે જેનો લાભ ભારત ઉઠાવી શકે છે. ભારતમાં ચીન કરતાં ઓછા દરે મોટી સંખ્યામાં લેબરફોર્સ ઉપલબ્ધ છે. ભારતે ચીનની સરખામણીમાં મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ પોતાને એક વિકલ્પ તરીકે વિકસાવવી પડશે. ભારતે કાચા માલ માટે ચીન પર તેની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ યથાવત રાખવો જોઈએ. આત્મનિર્ભર બનવાના પ્રયાસરૂપે ભારતમાં વધુને વધુ સામાનનું ઉત્પાદન કરવાના અભિયાનને પ્રોત્સાહન આપવું પડશે.

ચીનને બદલે ભારતમાં ફેક્ટરીઓ સ્થપાશે

આ સ્થિતિમાં જો ભારત પોતાને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરે તો દુનિયાભરની કંપનીઓ ચીનને બદલે ભારતમાં પોતાની ફેક્ટરીઓ સ્થાપવાનું પસંદ કરશે. જોકે આ માટે ભારતે પોતાની નીતિઓમાં થોડો ફેરફાર કરવો પડશે જેથી કરીને દુનિયાના જે દેશો ચીનમાં કારખાનાઓ લગાવી રહ્યા છે તેઓ ભારત તરફ વળે. જો આમ થશે તો દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધશે.

મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની વિવિધ યોજનાઓ

મોદી સરકારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પ્રોત્સાહન આપવા અને ભારતમાં સ્થાનિક અને વિદેશી રોકાણને આકર્ષવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. આ પૈકી આર્થિક સુધારાનો એક તબક્કો છે જે 2017માં GSTની રજૂઆત સાથે શરૂ થયો હતો. આ સુધારાઓમાં કોર્પોરેટ ટેક્સ ઘટાડવો, બિઝનેસ કરવામાં સરળતા, વિદેશ નીતિમાં સુધારો, સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેના નીતિ પગલાં વગેરેનો સમાવેશ થાય છે. અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા અને કોવિડ-19 રોગચાળાનો સામનો કરતાની સાથે વિકાસને અવસરમાં ફેરવી નાખવાના પ્રયાસરૂપે સરકારે મંત્રાલયો તેમજ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇનમાં સ્વનિર્ભર પેકેજ, ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના શરૂ કરી છે. રોકાણની તકો, નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન (NMP), ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ લેન્ડ બેંક (IILB), ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ (IPRS) અને નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ (NSWS)ની સંસ્થાગત તંત્ર બનાવવામાં આવી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget