Gun Firing In USA: અમેરિકામા ફાયરિંગમાં નવ લોકોના મોત, કેલિફોર્નિયામાં સાત, આયોવામાં બેના મોત
પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે
Gun Violance In USA: અમેરિકાના કેલિફોર્નિયામાં સોમવારે (23 જાન્યુઆરી)ના રોજ થયેલી ફાયરિંગમાં કુલ 9 લોકોના મોત થયા હતા. પોલીસે આ ઘટનાના શંકાસ્પદને કસ્ટડીમાં લીધો છે. સાન મેન્ટો સ્થિત પોલીસ હેડક્વાર્ટરે જણાવ્યું હતું કે ફાયરિંગ સાન ફ્રાન્સિસ્કોથી 30 માઇલ દક્ષિણે હાફ મૂન બે નજીક હાઇવે પર થયુ હતું.
#UPDATE Seven people have been killed and one critically injured in two shootings in Half Moon Bay in northern California, US media report.
— AFP News Agency (@AFP) January 24, 2023
The San Mateo County Sheriff said on Twitter: "Suspect is in custody. There is no ongoing threat to the community at this time" pic.twitter.com/DTzRIq1Cgv
સાન મેન્ટો પોલીસે જણાવ્યું કે આ પીડિતો બે અલગ-અલગ જગ્યાએથી મળી આવ્યા હતા. યુએસએના આયોવાના ડેસ મોઇન્સ શહેરની એક શાળામાં સોમવારે ફાયરિંગની ઘટનામાં 2 વિદ્યાર્થીઓના મોત થયા હતા, જ્યારે 1 શિક્ષક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડેસ મોઇન્સ પોલીસે બંનેના મોતની પુષ્ટી કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘાયલ શિક્ષકની હાલત પણ નાજુક છે.
કેલિફોર્નિયામાં રવિવારે પણ ફાયરિંગ થયુ હતું
કેલિફોર્નિયામાં બે દિવસમાં આ ત્રીજી ઘટના છે, જેમાં ચાર લોકોના મોત થયા છે. આ પહેલા 22 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના લોસ એન્જલસના મોન્ટેરી પાર્કમાં ચાઈનીઝ નવા વર્ષની ઉજવણીમાં થયેલા ગોળીબારમાં 10 લોકો માર્યા ગયા હતા.
આ ફાયરિંગમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના બાદ રેસ્ક્યુ ઓપરેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કેલિફોર્નિયા ફાયરિંગમા માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમેરિકન ધ્વજને એક દિવસ માટે અડધી કાઠીએ રાખવાનો આદેશ આપ્યો હતો.
એશિયન પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં ફાયરિંગ
ન્યૂઝ એજન્સી સીએનએનના રિપોર્ટ અનુસાર, જ્યાં ગોળીબાર થયો હતો તે મોન્ટેરી પાર્કમાં એશિયન મૂળના લોકો મોટી સંખ્યામાં રહે છે. કુલ વસ્તીના 65.5 ટકા લોકો ત્યાં રહે છે. તેથી નિષ્ણાતોના મતે ફાયરિંગ પાછળનું એક કારણ વંશીય ભેદભાવ હોઈ શકે છે. એફબીઆઈ આ મામલે તપાસ કરશે.
#BREAKING Seven dead in northern California shootings: US media pic.twitter.com/IZBNMwGm8Y
— AFP News Agency (@AFP) January 24, 2023
Layoffs in IT: અમેરિકામાં IT સેક્ટરમાંથી 2 લાખ કર્મચારીઓની હકાલપટ્ટી, H-1B વિઝા પર ગયેલ ભારતીયોની મુશ્કેલી વધી
વિશ્વવ્યાપી નાણાકીય કટોકટીને કારણે, મોટી ટેક કંપનીઓ તેમના કર્મચારીઓને બહારનો રસ્તો બતાવી રહી છે. આ કંપનીઓએ ગયા વર્ષે નવેમ્બર 2022થી છટણી શરૂ કરી દીધી છે. જે લોકો લાંબા સમયથી આઈટી સેક્ટરની આ કંપનીઓમાં કામ કરી રહ્યા છે, તેઓને પણ કોઈને કોઈ કારણસર નોકરી છોડવાનું કહેવામાં આવી રહ્યું છે. 3-4 મહિનામાં હજારો કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી