શોધખોળ કરો
Saif Ali Khan: એક્ટર સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
અભિનેતા સૈફ અલી ખાન પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એક વ્યક્તિએ કર્યો હતો જે તેના ઘરમાં ઘૂસી ગયો હતો. સૈફને ગંભીર હાલતમાં લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, મોડી રાત્રે એક અજાણ્યો વ્યક્તિ સૈફના ઘરમાં ઘૂસી ગયો. તેણે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં સૈફ અલી ખાન ઘાયલ થયા છે. તેમને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર તેમના ઘરમાં ઘૂસી આવેલા ચોરોએ છરીથી હુમલો કર્યો છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
આગળ જુઓ





















