શોધખોળ કરો
Advertisement
ડૉનાલ્ડ ટ્રંપ પર પૂર્વ મૉડલ એમી ડૉરિસે લગાવ્યો યૌન શોષણનો આરોપ
પૂર્વ મોડલ એમી ડોરિસે આરોપ લગાવતા કહ્યું કે, ટ્રંપે તેની સાથે ન્યૂયોર્કમાં યૂએસ ઓપન દરમિયાન પોતાના વીઆઈપી બોક્સમાં યૌન શોષણ કર્યું હતું.
વૉશિંગટ્ન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પર ફરી યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ડોનાલ્ડ ટ્રંપ પર યૌન શોષણો આરોપ એક પૂર્વ મોડલ એમી ડોરિસે લગાવ્યો છે.
એક સમાચાર પત્રને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન એમીએ ટ્રંપ પર આરોપ લગાવ્યા હતા. એમીએ આરોપ સિદ્ધ કરવા માટે સમાચાર પત્ર ધ ગાર્ડિયનને તે સમયમી કેટલીક તસવીર પણ ઉપલબ્ધ કરાવી છે. એમીના આરોપ બાદ ટ્રંપે તેને નકારી દીધાં હતા અને પોતાના વકીલોના માધ્યમથી આ તમામ આરોપોનું ખંડન કર્યું છે.
પૂર્વ મોડલ એમી ડોરિસે બ્રિટેનના ધ ગાર્ડિયન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ટ્રંપે તેની સાથે ન્યૂયોર્કમાં યૂએસ ઓપન દરમિયાન પોતાના વીઆઈપી બોક્સમાં યૌન શોષણ કર્યું હતું. તેણે જણાવ્યું કે, તે સમયે કઈ રીતે ટ્રંપે તેનું યૌન શોષણ કર્યું હતું. એમીએ કહ્યું કે, જ્યારે તે વીઆઈપી બૉક્સમાં ગઈ હતી ત્યારે ટ્રંપે તેને પકડી લીધી હતી.
આ સમગ્ર મામલે ટ્રંપના વકીલોનું કહેવું છે કે, તેમનો આરોપ રાજનીતિથી પ્રેરિત હોઈ શકે છે કારણ કે 3 નવેમ્બરે ચૂંટણીમાં ટ્રંપનો મુકાબલો જૉ બાઈડેન સામે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
આરોગ્ય
દેશ
Advertisement