શોધખોળ કરો
Advertisement
CAAનો વિરોધ કરવા જતા પાકિસ્તાની નેતા બરાબરના ભેરવાયા, પોર્ન સ્ટારની તસવીર શેર કરી અને પછી.....
પોતાની ભૂલનો અહેસાસ થવા પર પૂર્વ પાક. મંત્રીએ તરત પોતાની પોસ્ટને હટાવી દીધી. ત્યાં સુધીમાં યુઝર્સે તેમની આ પોસ્ટનો સ્ક્રીન શોર્ટ લઇ ચૂકયા હતા.
નવી દિલ્હીઃ ભારત સરકાર અને પીએમ મોદીની નીતિઓનો વિરોધ કરવાના ચક્કરમાં પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને સેનેટર અબ્દુલ રહેમાન મલિકે સોમવારે એક પોર્નસ્ટારની તસવીર શેર કરતાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ ગયા. મલિકે એક એક્ષય નામના ટ્વિટર હેન્ડલને ટેગ કરતાં લખ્યું, “સર, ભારતીય ક્ષેત્રીય ફિલ્મોની પ્રભાવશાળી એક્ટ્રેસે હિજાબ પહેરીને નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરનારા ભારતીય મુસલમાનો સાથે એકતા બતાવી છે. તેમને સલામ, મોદી ઝડપથી જ રાજીનામું આપશે.’
તેના જવાબમાં તસવીર પોસ્ટ કરતાં રહેમાન મલિકે લખ્યું, ‘મે ગોડ બ્લેસ હર (અલ્લાહ તેના પર રહેમ કરે),. આ ત્રણેય તસવીરો અલગ અલગ યુવતીઓની હતી જેમાંથી બે પોર્નસ્ટાર મિયા ખલીફા અને નાદિયા અલી છે. તેના પર યૂઝર્સે તેને ખૂબ ટ્રોલ કર્યા અને તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.
પોતાની ભૂલનો અહેસાસ થવા પર પૂર્વ પાક. મંત્રીએ તરત પોતાની પોસ્ટને હટાવી દીધી. ત્યાં સુધીમાં યુઝર્સે તેમની આ પોસ્ટનો સ્ક્રીન શોર્ટ લઇ ચૂકયા હતા. ત્યારબાદ તેમને ભારતીય યુઝર્સે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક ટ્વિટર યુઝરે લખ્યું, ‘આવી ગયા લપેટામાં’ તો એકે લખ્યું, એક નાદિયા અલી છે, એક મિયાં ખલીફા અને કોણ છે?
આપને જણાવી દઇએ કે ભારતીય સંસદ દ્વારા જમ્મુ-કાશ્મીરથી કલમ 370ને રદ્દ કરવા અને સ્પેશ્યલ દરજ્જો ખત્મ કર્યા બાદ પાકિસ્તાની ડિપ્લોમેટ્સ અબ્દુલ બાસિતે સોશિયલ મીડિયા પર કાશ્મીરમાં પેલેટ ગન હુમલાનો દાવો કરતાં એક તસવીર શેર કરી હતી. બાસિતે પણ ભૂલથી પુરુષ પોર્ન સ્ટારની તસવીરને અનંતનાગમાં પેલેટ ગનના લીધે આંખ ગુમાવનાર વ્યક્તિ ગણાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement