શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના પાઇલટ વિંગ કમાન્ડરને મુક્ત કરવા પાકિસ્તાનના પૂર્વ PMની પૌત્રીએ કરી માંગ, જાણો શું કહ્યું
લાહોરઃ બુધવારે પાકિસ્તાનની જેટ પ્લેનની ઘુષણખોરી બાદ તેનો પીછો કરતા ભારતના પાઇલટ વિંગ કમાન્ડરનું પ્લેન ક્રેશ થતા તેઓ પાકિસ્તાનના હાથે ઝડપાઈ ગયા હતા. સમગ્ર દિવસ દરમિયાન દેશમાં પાઇલટને મુક્ત કરાવાની માંગ ઊઠી હતી. જોકે, આ બધાની વચ્ચે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોની પૌત્રી અને લેખક ફાતિમા ભુટ્ટોએ પણ માંગ કરી છે કે ભારતીય પાઇલટને મુક્ત કરવામાં આવે.
ભારતે તોડી પાડેલા પાકિસ્તાનના વિમાનનો કાટમાળ POKમાંથી મળ્યો, જુઓ તસવીર
LoCમાં ક્રેશ થયેલા ભારતના પ્લેન મીગ 21માંથી પેરાશૂટની મદદથી નીચે ઊતરેલા વિંગ કમાન્ડરની મુક્તિની માંગ કરતા ફાતીમા ભુટ્ટોએ અમેરિકાના અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'માં એક કોલમમાં લખ્યું કે, “મેં અને મારા જેવા અનેક યુવાનોએ ભારતીય વિંગ કમાન્ડરને મુક્ત કરવાની માંગ કરી છે. આપણે આખી જીંદગી યુદ્ધમાં જીવ્યા છે, હું પાકિસ્તાની સૈનિકોને મરતા જોવા માંગતી નથી. આપણે અનાથોનો દેશ જાણી જોઈને ન બની શકીએ.”
ફાતિમાએ વધુ લખ્યું, “પાકિસ્તાનમાં મારી પેઢીએ અવાજ ઉઠાવાવાનો અધિકાર મેળવવા માટે સંઘર્ષ કર્યો છે, અમે શાંતિ માટે અવાજ ઉઠાવતા ગભરાઈશું નહીં. મેં પાકિસ્તાનને ભારત સાથે શાંતિપૂર્વક વર્તતા જોયું નથી. ” બુધવારે પાકિસ્તાનમાં #saynotowar હેશટેગ ટ્રેન્ડમાં રહ્યો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ જગતમાં આ હેશટેગ ટ્રેન્ડ બન્યો હતો. ભારત પાકિસ્તાનના કેટલાય યુવાનોએ યુદ્ધ ન કરવાની અપીલ કરી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને સરહદી ગામોમાં સન્નાટો, જુઓ વીડિયોI and many other young Pakistanis have called upon our country to release the captured Indian pilot as a gesture of our commitment to peace, humanity and dignity. My piece in @nytimes https://t.co/Vmd7EWlDvX
— fatima bhutto (@fbhutto) February 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion