શોધખોળ કરો
Advertisement
નકલી બેંક એકાઉન્ટ કેસમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ધરપકડ, જાણો વિગત
નકલી બેંક એકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની જામીન વધારવાની અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ બાદ એનબીએને ઝરદારી અને ફરયાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
ઢાકાઃ નકલી બેંક એકાઉન્ટ કેસના મામલે નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરો (એનબીએ) દ્વારા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની આજે ધરપકડ કરવામાં આવી હતી. ઝરદારીની તેના ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નકલી બેંક એકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરની જામીન વધારવાની અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે આ બાદ એનબીએને ઝરદારી અને ફરયાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
નકલી બેંક એકાઉન્ટના મામલાનો સામનો કરી રહેલા, પાકિસ્તાન પીપલ્ય પાર્ટીના સહ અધ્યક્ષ અસિફ અલી ઝરદારીની ધરપકડ કરવામાં આવી છે. સોમવારે આ મામલે ઝરદારી અને તેની બહેનને ઇસ્લામાબાદ હાઇકોર્ટે ઝટકો આપતાં જામીન લંબાવવાની ના પાડી દીધી હતી.
આ મામલે ન્યાયાધીશ અમીર ફારુખ અને ન્યાયમૂર્તિ મોહસિન અખ્તાર ક્યાનીની બેંચ સુનાવણી કરી રહી છે. ઝરદારી અને તેની બહેન પર નકલી બેંક એકાઉન્ટ દ્વારા અબજો રૂપિયાની લેણદેણનો મામલો છે. થોડા દિવસો પહેલા ઝરદારીએ પાકિસ્તાનની બગડી રહેલી આર્થિક હાલતને લઈ ઈમરાન ખાનને પદભ્રષ્ટ કરવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને હટાવવામાં નહીં આવે તો દેશ ક્યાંયનો નહીં રહે. યુવરાજ સિંહની નિવૃત્તિની જાહેરાત બાદ સચિન-સેહવાગ સહિતના ક્રિકેટરોએ શું કહ્યું ? જાણો વિગત કઠુઆ કેસઃ ત્રણ દોષિતોને આજીવન કેદની સજા, ત્રણને 5 વર્ષની જેલ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કર્યા બાદ યુવરાજ સિંહ હવે શું કરશે ? જાણો શું છે તેનો ફ્યુચર પ્લાનPak Media: NAB has arrested former Pakistan President Asif Ali Zardari in fake bank accounts case. (File pic) pic.twitter.com/zwI5Ci0sf3
— ANI (@ANI) June 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement