G20 Summit: આજે ઇન્ડોનેશિયા જવા રવાના થશે વડાપ્રધાન મોદી, વૈશ્વિક અર્થવ્યવસ્થા-ઉર્જા સહિત આ મુદ્દાઓ પર થશે ચર્ચા
બાલીમાં 15 અને 16 નવેમ્બરે યોજાનારી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે
G20 Summit 2022: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટમાં આરોગ્ય, કોરોના મહામારી પછીની આર્થિક સ્થિતિ અને ઊર્જા અને ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રોમાં મુખ્ય વૈશ્વિક પડકારોને ઉકેલવા માટે ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરશે. નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં હાજરી આપવા માટે સોમવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીની ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે જ્યાં યુક્રેન યુદ્ધ અને તેના પરિણામો સહિત વૈશ્વિક પડકારો પર વ્યાપક ચર્ચાની અપેક્ષા છે.
PM Modi to embark for Bali today for G20 Summit
— ANI Digital (@ani_digital) November 14, 2022
Read @ANI Story | https://t.co/B5UKKMyJAk#PMModi #Bali #G20Summit pic.twitter.com/zia3cHJhmU
બાલીમાં 15 અને 16 નવેમ્બરે યોજાનારી વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ઇન્ડોનેશિયા આ વાર્ષિક સંમેલનના સમાપન સમારોહમાં ભારતને G-20 અધ્યક્ષપદ સોંપશે. મોદી અને અન્ય નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઊર્જા, પર્યાવરણ અને ડિજિટલ પરિવર્તન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
G20 summit: PM Modi to brief world leaders on India's evolving priorities
— ANI Digital (@ani_digital) November 13, 2022
Read @ANI Story | https://t.co/dBmYZV4wSg#G20 #PMModi #G20BaliSummit pic.twitter.com/0TAhm2HT4w
કયા દેશોના વડાઓ ભાગ લેશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આ સમિટમાં ભાગ લેશે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મોદી શિખર સંમેલન સિવાય કેટલાક નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠક કરશે પરંતુ તેમણે જિનપિંગ સાથે મુલાકાત થશે કે કેમ તે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
અધિકારીઓએ જણાવ્યું હતું કે અન્ય નેતાઓ સાથેની આ દ્વિપક્ષીય બેઠકો હજુ પણ નિર્ધારિત થવાની પ્રક્રિયામાં છે. બંને નેતાઓએ સપ્ટેમ્બરમાં ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની વાર્ષિક સમિટમાં ભાગ લીધો હતો પરંતુ તેમની વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક થઈ ન હતી.
વિદેશ સચિવે શું કહ્યું?
વિદેશ સચિવ ક્વાત્રાએ કહ્યું કે મોદી બાલીમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્વાસ્થ્ય પર G-20 સમિટના ત્રણ મુખ્ય સત્રોમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓ વૈશ્વિક અર્થવ્યવસ્થા, ઉર્જા, પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
તેમણે કહ્યું કે G20 નેતાઓ વિશ્વ સામેના પડકારો પર ચર્ચા કરશે અને તેમને ઉકેલવામાં મદદ કરવા માટે બહુપક્ષીય સહયોગના મહત્વ પર ભાર મૂકશે. વિદેશ સચિવે કહ્યું કે આ સમિટ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે 1 ડિસેમ્બરથી એક વર્ષ માટે ગ્રુપની અધ્યક્ષતા કરશે.
G-20માં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા પ્રજાસત્તાક, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે.