G7 Summit : PM મોદીને સામેથી મળવા પહોંચ્યા બાઇડન, બંન્ને ભેટી પડ્યા
G-7 સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જાપાનના હિરાશિમા પહોંચ્યા છે
PM Modi Japan Visit: G-7 સમિટમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જાપાનના હિરાશિમા પહોંચ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન પણ આ બેઠકમાં સામેલ થયા હતા. બાઇડન ત્યાં પહોંચતા જ પીએમ મોદીને જોતા જ તેમની પાસે પહોંચી ગયા અને તેમને ગળે લગાવ્યા હતા. વડાપ્રધાન મોદી પણ તેમને એટલી જ ઉષ્મા સાથે ભેટી પડ્યા હતા. ભલે તેમની મુલાકાત ટૂંકી હોય પરંતુ તેનાથી ચીનની ચિંતા વધી શકે છે. આ બેઠકમાં જાપાન અને અમેરિકા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા અને ઈટાલી તેમજ યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં ડિઝિટલાઈઝેશન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપરાંત કનેક્ટિવિટી, સુરક્ષા, પરમાણુ નિઃશસ્ત્રીકરણ, આર્થિક સુરક્ષા, પ્રાદેશિક મુદ્દાઓ, ક્લાઈમેટ ચેન્જ, ખાદ્ય અને સ્વાસ્થ્ય અને વિકાસ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.
#WATCH | Prime Minister Narendra Modi and US President Joe Biden share a hug as they meet in Hiroshima, Japan. pic.twitter.com/bbaYMo1jBL
— ANI (@ANI) May 20, 2023
હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
G-7 સમિટમાં ભાગ લેતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પછી તેમણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. મારા માટે એ જાણવું ખૂબ જ આનંદની ક્ષણ છે કે મેં જાપાનના પીએમને ભેટમાં આપેલું બોધિ વૃક્ષ અહીં હિરોશિમામાં વાવવામાં આવ્યું છે જેથી લોકો અહીં આવે ત્યારે શાંતિનું મહત્વ સમજી શકે.
Prime Minister @narendramodi unveils Mahatma Gandhi's Bust in Hiroshima, Japan
— PIB India (@PIB_India) May 20, 2023
Mahatma Gandhi's bust has been gifted by the Government of India to the city of Hiroshima as a symbol of friendship and goodwill between India and Japan, on the occasion of the visit of the Prime… pic.twitter.com/r2pZIfO9je
PM મોદીએ શનિવારે જાણીતા ભાષાશાસ્ત્રી પદ્મ પુરસ્કારથી સન્માનિત પ્રોફેસર ટોમિયો મિઝોકામી સાથે પણ મુલાકાત કરી હતી. ટોમિયો એક પ્રખ્યાત હિન્દી અને પંજાબી ભાષાશાસ્ત્રી છે. બેઠક બાદ પીએમએ કહ્યું કે તેઓ હિરોશિમામાં ટોમિયો મિઝોકામી સાથે વાત કરીને ખુશ છે. તેમણે જાપાનના લોકોમાં ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યને લોકપ્રિય બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા.