(Source: Poll of Polls)
રશિયા-યૂક્રેન યુદ્ધને લઇને Googleનો મોટો ફેંસલો, વધુ એક મોટી સર્વિસ કરી દીધી બંધ, જાણો કેમ
યૂક્રેન અને રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકા એક પછી એક મોટા પગલા ભરી રહ્યું છે.
નવી દિલ્હીઃ યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધને લઇને હવે ગૂગલે ફરી એકવાર મોટો ફેંસલો કર્યો છે. આ બધાની વચ્ચે ટેકનોલૉજી કંપનીએ હસ્તક્ષેપ કરવાનુ શરૂ કરી દીધુ છે. દિગ્ગજ ટેક કંપની આલ્ફાબેટ ઇન્ડે ગૂગલના કેટલાક ટૂલ્સને અસ્થાઇ રીતે યૂક્રેનમાં બંધ કરી દીધા છે. અલ્ફાબેટ ઇન્કના ગૂગલ (Alphabet Incs Google)એ રવિવારે પુષ્ટી કરી કે તેને યૂક્રેનમાં કેટલાક મેપ્સ ટૂલ્સ (Google Maps Tools) ના માધ્યમથી ટ્રાફિકની સ્થિતિને લઇને લાઇવ જાણકારી અને સૂચના મળે છે. ટેક કંપનીનુ કહેવુ છે કે યૂક્રેનમાં સ્થિતિ ખરાબ છે અને સુરક્ષાની દ્રષ્ટિએ ગૂગલ મેપ લાઇવ ટ્રાફિક ડેટા (Google Maps Live Traffic Data) સર્વિસને બંધ કરી દેવામાં આવી છે.
યૂક્રેનમાં અસ્થાઇ રીતે ગૂગલ મેપ લાઇવ સેવા બંધ -
ગૂગલ મેપ લાઇવ ટ્રાફિક ડેટાન દ્વારા એ વાતની જાણકારી મળે છે કે ક્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને ટ્રાફિકન સ્થિતિ શું છે. કંપનીએ કહ્યું કે તેને ક્ષેત્રીય અધિકારીઓ સહિત બીજા સોર્સથી વાતચીત કરવા અને પરામર્શ કર્યા બાદ દેશમાં ગૂગલ ફિચરને બંધ કરવાનો ફેંસલો લીધો છે. કંપનીએ ગ્લૉબલ યૂક્રેન માટે હાલ આ સેવાને અસ્થાઇ રીતે બંધ કરી છે. કંપનીનુ માનવુ છે કે આ સ્થાનિક સમસ્યાઓની સુરક્ષાને લઇને પગલુ ભરવામાં આવ્યુ છે. યૂક્રેન (Ukraine) પર રશિયન સેના (Russian Soldiers) તરફથી સતત હુમલા થઇ રહ્યાં છે, જેમાં અત્યાર સુધી કેટલાય લોકો જીવ ગૂમાવી ચૂક્યા છે.
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
યૂક્રેન અને રશિયા યુદ્ધની વચ્ચે અમેરિકા એક પછી એક મોટા પગલા ભરી રહ્યું છે. અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયાને રોકવા માટે સખત અને કડક પગલા ભરી રહ્યું છે. હવે અમેરિકાની મોટી કંપની ગૂગલે રશિયા માટે યુટ્યૂબ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૂગલે રશિયાના આરટી (RT) અને બીજી કેટલીય ટીવી ચેનલો પર યુટ્યૂબથી થનારી કમાણી પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ફેસબુકે પણ લગાવી છે આવી જ રોક-
રિપોર્ટ અનુસાર, ગૂગલ તરફથી આ મહત્વનો ફેંસલો શનિવારે લેવામાં આવ્યો. આ અંતર્ગત ગૂગલે રશિયાના સ્વામિત્વવાળી આરટી અને બીજી ચેનલોને યુટ્યૂબ પર તેના વીડિયો વ્યૂ અને તેના પર આવાનારી જાહેરાતોથી થનારી કમાણીને રોકી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ જે રીતનો ફેંસલો મેટાએ પણ પોતાના ફેસબુક પ્લેટફોર્મ માટે લીધો છે. ફેસબુકે રશિયાના કોઇપણ મીડિયા હાઉસના ફેસબુક ઉપયોગ કરતા કમાણી કરવા પર રોક લગાવી દીધી છે.
રશિયા ફેસબુક અને ટ્વીટર પર લગાવી ચૂક્યુ છે પ્રતિબંધ-
ઉલ્લેખનીય છે કે રશિયા એક દિવસ પહેલા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ટ્વીટર પર આંશિક પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પ્રતિબંધ ક્યાં સધી રહેશે, આને લઇને સ્થિતિ સ્પષ્ટ નથી. રશિયાનુ કહેવુ છે કે આ દેશની સુરક્ષા માટે જરૂરી છે.