શોધખોળ કરો
Advertisement
16 વર્ષની ગ્રેટા થનબર્ગ બની TIME 'પર્સન ઓફ ધ યર', જાણો કોણ છે ને કેમ થયુ આ મોટુ સન્માન?
સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન પર સંમેલન દરમિયાન તેને આપેલુ ભાષણ ખુબ જ આકર્ષિત અને ચર્ચિત રહ્યું હતું
નવી દિલ્હીઃ જલવાયુ પરિવર્તન પર દુનિયાના દિગ્ગજોને ઝાટકી નાંખનારી ગ્રેટા થનબર્ગને ટાઇમ મેગેઝીનની 'પર્સન ઓફ ધ યર' પસંદ કરવામાં આવી છે. 16 વર્ષની ઉંમરમાં સન્માન હાંસલ કરવાની ગ્રેટા થનબર્ગ અત્યાર સુધીની સૌથી નાની ઉંમરવાળી છે.
ટાઇમ 'પર્સન ઓફ ધ યર' પસંદ થયેલી ગ્રેટા થનબર્ગ પોતાના પ્રભાવશાળી અને આક્રમક ભાષણોને લઇને ચર્ચામાં આવી હતી. તેને આ વર્ષે સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ એક્શન સમિટમાં પોતાના ભાષણથી આખી દુનિયાને જગાડી દીધી હતી. ત્યારે ગ્રેટા થનબર્ગ દુનિયાની સૌથી ચર્ચિત ચહેરો બની ગઇ હતી.
કોન છે ગ્રેટા થનબર્ગ?
ગ્રેટા થનબર્ગ સ્વિડનની 16 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ છે, ગયા વર્ષે સ્વિડનની સંસદની સામે તેને જલવાયુ પરિવર્તન વિરુદ્ધ એકલીએ વિરોધ કરીને ચર્ચામાં આવી હતી. જલવાયુ પરિવર્તનને લઇને હંમેશા તેનુ વલણ સ્ટ્રૉન્ગ રહ્યું છે.
સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્રના જલવાયુ પરિવર્તન પર સંમેલન દરમિયાન તેને આપેલુ ભાષણ ખુબ જ આકર્ષિત અને ચર્ચિત રહ્યું હતું. તેને પોતાના ભાષણમાં દુનિયાના 60 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને જલવાયુ પરિવર્તન પર ઝાટકી નાંખ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion