શોધખોળ કરો
Advertisement
અમેરિકાના સ્વામીનારાયણ મંદિરમાં ગુજરાતી યુવકે બીજા યુવક સાથે કર્યાં લગ્ન, જાણો અનોખી લવ સ્ટોરી
અમિત અને આદિત્ય ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આ બન્ને સમલૈંગિક યુવકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું અને બન્નેએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પરિવારજનો હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા.
ન્યૂજર્સી: અમેરિકાના BAPS સ્વામિનારાયણ મંદિરમાં ગુજરાતી યુવકે બીજા સમલૈંગિક યુવક સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતાં. બન્ને મિત્રો લગ્નગ્રંથીથી જોડાયા ત્યારે તેમના પરિવારજનો સહિત મિત્રો પણ હાજર રહ્યા હતાં. ગુજરાતી યુવકનું નામ અમિત શાહ છે અને જેની સાથે લગ્ન કર્યા તે યુવકનું નામ આદિત્ય મદિરાજુ છે.
આ બન્ને સમલૈંગિક યુવકો એક બારમાં મળ્યાં હતાં. એક કોમન મિત્રએ બન્ને યુવકોની મુલાકાત કરાવી હતી. ત્યાર બાદ અમિત અને આદિત્યએ એક બીજાના નંબરની આપ લે કરી હતી ત્યાર બાદ બન્નેમાં સારી મિત્રતા થઈ ગઈ હતી. જોકે આ મિત્રતા પ્રેમ સુધી પહોંચી ગઈ હતી.
પ્રેમ પ્રાંગર્યા બાદ અમિત અને આદિત્ય બન્નેએ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યું હતું. આ બન્ને સમલૈંગિક યુવકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું અને બન્નેએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પરિવારજનો હાજરીમાં લગ્નગ્રંથીથી જોડાયા હતા. જેની તસવીરો તેમણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. હિન્દુ પરંપરા મુજબ મહેંદી અને પીઠી વિધી પણ રાખી હતી. અમિત અને આદિત્યએ પ્રિ-વેડીંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.
અમિતનાં મતે આદિત્ય ખુબજ ક્રિએટિવ છે અને તેને પેઈન્ટિંગ અને આર્ટ્સનો ખુબ જ શોખ ધરાવે છે. સોશિય મીડિયા પર તેમની તસવીરો પર લોકો શુભેચ્છા આપી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
દેશ
Advertisement