શોધખોળ કરો

Hamas Israel War: હમાસે બે અમેરિકન બંધકોને કર્યા મુક્ત, મધ્યસ્થતા માટે કતારનો અમેરિકાએ માન્યો આભાર

Hamas Israel War: પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે બે બંધકોને મુક્ત કર્યા છે.

Hamas Israel War:  પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે બે બંધકોને મુક્ત કર્યા છે.  અમેરિકામાં રહેતા માતા અને દીકરીને હમાસે મુક્ત કર્યા હતા. અમેરિકાના ઇલિનોઇસ પ્રાન્તના ઇવાનસ્ટનમાં રહેતી મા-દીકરી પાસે ઇઝરાયલની નાગરિકતા છે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કતારની મધ્યસ્થતા બાદ માનવતાના આધાર પર બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે બંધકોને મુક્ત કરીને અમે અમેરિકન લોકો અને દુનિયાને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના ફાસીવાદી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને પાયાવિહોણા છે.

પેલેસ્ટાઇનના આતંકવાદી સંગઠન હમાસે બે બંધકોને મુક્ત કર્યા છે. આ બંને અમેરિકન માતા અને પુત્રી છે. અમેરિકાના ઇલિનોઇસ પ્રાન્તના ઇવાનસ્ટનમાં રહેતી મા-દીકરી પાસે ઇઝરાયલની નાગરિકતા છે. હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડના પ્રવક્તા અબુ ઉબૈદાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કતારની મધ્યસ્થતા બાદ માનવતાના આધાર પર બંનેને મુક્ત કરવામાં આવ્યા હતા. પ્રવક્તાએ કહ્યું કે બંધકોને મુક્ત કરીને અમે અમેરિકન લોકો અને દુનિયાને કહેવા માંગીએ છીએ કે રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના ફાસીવાદી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા અને પાયાવિહોણા છે.

ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે મા-દીકરી જૂડિથ તાઈ રાનન અને નતાલી શોશના રાનનને હમાસે મુક્ત કર્યાની પુષ્ટી કરી હતી. ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ ઈઝરાયલના એક સૈન્ય મથક પર લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમના પરિવારના સભ્યો પણ હાજર છે. અન્ય બંધકોના પરિવારોએ ખુશી વ્યક્ત કરતા  અન્ય બંધકોને પણ મુક્ત કરવા અપીલ કરી છે.

રાષ્ટ્રપતિ બાઇડને માતા અને પુત્રી સાથે વાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હમાસ દ્વારા મુક્ત કરાયેલા માતા અને પુત્રી સાથે ફોન પર વાત કરી અને મદદની ખાતરી આપી હતી. બાઇડને એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે "મેં હમણાં જ બે અમેરિકન નાગરિકો સાથે વાત કરી હતી જેમને હમાસ દ્વારા બંધક બનાવ્યા પછી મુક્ત કરવામાં આવ્યા હતા. મેં તેમને કહ્યું કે અમેરિકન સરકાર તેમને સંપૂર્ણ મદદ કરશે.

અમેરિકાએ કતાર સરકારનો આભાર માન્યો

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને બંધકોને મુક્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવવા બદલ કતાર સરકારનો આભાર માન્યો હતો. બ્લિંકને જણાવ્યું હતું કે ઇઝરાયલમાં યુએસ એમ્બેસીની ટીમ ટૂંક સમયમાં બે અમેરિકન બંધકોને મળશે.  શિકાગોમાં રહેતા માતા અને દીકરીને 7 ઓક્ટોબરે ઇઝરાયલમાંથી હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે 10 અમેરિકન નાગરિકો સહિત કેટલાક દેશોના લગભગ 200 અન્ય બંધકોને હજુ પણ હમાસે બંધક બનાવી રાખ્યા છે. બ્લિંકને કહ્યું કે હમાસે તમામ બંધકોને મુક્ત કરવા જોઈએ. બ્લિંકને જણાવ્યું હતું કે તેમણે અન્ય બંધકોના પરિવારો સાથે વાત કરી હતી અને તેમના પરિવારના સભ્યોની મુક્તિ માટે ગંભીરતાથી કામ કરવાનું વચન આપ્યું હતું.

એન્ટની બ્લિંકને મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા બે અમેરિકન નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. બંને હવે ઈઝરાયલમાં સુરક્ષિત છે. અમે તેની મુક્તિનું સ્વાગત કરીએ છીએ. પરંતુ આ સંઘર્ષમાં હજુ પણ 10 અન્ય અમેરિકન નાગરિકો ગુમ છે. અમે જાણીએ છીએ કે તેમાંથી કેટલાકને હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. તેમજ ગાઝામાં લગભગ 200 અન્ય બંધકોને પણ રાખવામાં આવ્યા છે.

ટોપ સ્ટોરી

Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
ટ્રમ્પનું USS જ્યૉર્જ વૉશિંગ્ટન, દુશ્મન માટે ખતરો ? ABP ન્યૂઝનો એક્સક્લુઝિવ રિપોર્ટ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ
Peru Earthquake: પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા, 6.8ની તીવ્રતાનો ભૂકંપ, જાણો શું છે સ્થિતિ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
પાટીદાર યુવક સાથે વિવાદને લઈ માણાવદર MLA અરવિંદ લાડાણીએ આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કર્યા આક્ષેપ?
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Airtel કે Vi? ફેમિલી પોસ્ટપેડ પ્લાનમાં કઈ કંપની આપે છે વધુ ફાયદા, જાણો કિંમત અને બેનિફિટ્સ
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Rajendra Shukla: ‘ગઝલસંહિતા’ના સર્જક રાજેન્દ્ર શુક્લનું નિધન, સાહિત્ય જગતમાં શોકની લહેર
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
Gujarat weather: ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Embed widget