શોધખોળ કરો

Hashem Safieddine: હિઝબુલ્લાહના નવા ચીફ બન્યા હાશિમ સફીદ્દીન, ભાઇ નસરલ્લાહના મોત બાદ મળી કમાન

Hezbollah New Chief Safieddine: હસન નસરાલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાએ તેના નવા વડાની જાહેરાત કરી છે. હાશિમ સફીદ્દીન હવે તેમની જગ્યા લેશે

Hezbollah New Chief Safieddine: હસન નસરાલ્લાહની હત્યા બાદ હિઝબુલ્લાએ તેના નવા વડાની જાહેરાત કરી છે. હાશિમ સફીદ્દીન હવે તેમની જગ્યા લેશે. સફીદ્દીનની ગણતરી નસરાલ્લાહ અને નઈમ કાસિમ સાથે હિઝબુલ્લાના ટોચના ત્રણ નેતાઓમાં થતી હતી. સફીદીનને 2017માં અમેરિકાએ આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોની દેખરેખ રાખે છે અને જૂથની જેહાદ કાઉન્સિલના સભ્ય છે.

ઇરાન સાથે છે સારા સંબંધો 
એવું કહેવાય છે કે સફીઉદ્દીન ઈરાન સાથે પણ સારા સંબંધો ધરાવે છે. તેમના પુત્રના લગ્ન પૂર્વ ઈરાની રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની પુત્રી સાથે થયા છે. બેરૂતમાં ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હૂમલામાં હસન નસરાલ્લાહના મોતને લઈને ઈઝરાયેલના મીડિયામાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે હાશેમ સફીઉદ્દીન પણ તેની સાથે હાજર હતો, પરંતુ સદનસીબે તે જીવતો બચી ગયો હતો.

સફીદ્દીન શારીરિક રીતે તેના પિતરાઈ ભાઈ નસરાલ્લાહ જેવો જ છે. 1964માં દક્ષિણ લેબનાનના દેઈર કનોન અલ-નહરમાં જન્મેલા સફીદ્દીનને 1990ના દાયકામાં નસરાલ્લાહના અનુગામી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નસરાલ્લાહે હિઝબુલ્લાના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યો તેના બે વર્ષ બાદ જ સફીદીનને બેરૂત પરત બોલાવવામાં આવ્યો હતો.

32 વર્ષના સંગઠનના ચીફ હતા નસરલ્લાહ 
શુક્રવારે (27 સપ્ટેમ્બર 2024), ઇઝરાયેલે લેબનીઝ રાજધાની બેરૂત પર હવાઈ હુમલો કર્યો, જેમાં હિઝબોલ્લાના વડા માર્યા ગયા. જે ઓપરેશન હેઠળ હસન નસરાલ્લાહ માર્યો ગયો તેનું નામ ન્યૂ ઓર્ડર હતું. તેઓ 32 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ હતા. હસન નસરાલ્લાહને 2006માં ઈઝરાયેલના ડરથી છુપાઈ જવું પડ્યું હતું, તે સમયે માત્ર હાશિમ સફીદ્દીન જ જાહેરમાં દેખાતા હતા. હિઝબુલ્લાહનો નવો ચીફ બન્યા બાદ સફીઉદ્દીન પાસે હવે ઈઝરાયેલને જવાબ આપવાની સાથે પોતાની સુરક્ષાની જવાબદારી પણ હશે.

હિઝબુલ્લાહ પર 220 હવાઈ હુમલા

ઈઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લેબનોનમાં 220 હવાઈ હુમલા કર્યા હતા અને તમામ ટાર્ગેટ હિઝબુલ્લા સાથે જોડાયેલા હતા. સેના દ્વારા જાહેર  કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જે લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે તેમાં હિઝબુલ્લાહનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોન્ચર્સ અને હથિયારોના સંગ્રહની સુવિધાઓ સામેલ છે. સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સેનાએ હિઝબુલ્લાહના આતંકીઓ પર પણ હુમલો કર્યો હતો.

આ પણ વાંચો

Israel-Lebanon Conflict: હિઝબુલના હેડક્વાટર્સ પર ઇઝારાયલનો ભયંકર હુમલો, હસન નસરલલ્લાહ માર્યા ગયા 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવોHun To Bolish : હું તો બોલીશ : માનવતાની મીઠાશPonzi scheme: વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, કેસર ગ્રુપે રોકાણકારોને ચૂનો ચોપડ્યો?Chhota Udepur News: નસવાડીમાં કપિરાજનો આતંક, દુકાનમાં ઘૂસી જઈ હુમલો કરતા મચી દોડભાગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
Syria Civil War: રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગીને રશિયા પહોંચ્યા, પુતિને આપી રાજકીય શરણ
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
ભારતે થોડા કલાકમાં લીધો હારનો બદલો, બાંગ્લાદેશને એશિયા કપમાં 13-1થી આપી હાર
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
મૌલાના મહમૂદ મદનીએ નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન પાસે કરી આવી માંગ, જો તેઓ રાજી થશે તો મોદી સરકાર ખતરામાં આવશે!
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Startup માં ગુજરાતનો દબદબો, બન્યું નંબર 1; MSME સેક્ટરમાં 25-30 ટકાની જબરદસ્ત વૃદ્ધિ
Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?
Aadhaar Card: મૃતક વ્યક્તિના આધાર કાર્ડથી પણ થઇ શકે છે ફ્રૉડ, જાણો કેવી રીતે બચી શકશો?
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
Delhi Rain : દિલ્હી અને નોઈડામાં વરસાદ, હવામાન વિભાગે કરી હતી આગાહી, VIDEO
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
બાંગ્લાદેશના આ નિર્ણયથી ઉત્તર-પૂર્વ ભારતના તમામ રાજ્યો મુશ્કેલીમાં! યુનુસ સરકારે આ કરાર રદ કર્યો
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
જો તમારું રેશનકાર્ડ ખોવાઈ ગયું હોય તો ચિંતા કરશો નહીં, મોબાઈલ બતાવીને પણ તમને રાશન મળી જશે
Embed widget