Ukraine-Russia War: જ્યારે સાયકલિસ્ટ પર પડ્યો રશિયાની તોપનો ગોળો, યુક્રેનમાં હુમલાનો LIVE Video
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક થઇ રહ્યું છે. યુક્રેનના સામાન્ય લોકો યુદ્ધનો ભોગ બની રહ્યા છે
Ukraine-Russia War: રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે ભયાનક થઇ રહ્યું છે. યુક્રેનના સામાન્ય લોકો યુદ્ધનો ભોગ બની રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે કેવી રીતે રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યુ છે. નોંધનીય છે કે યુક્રેનના રસ્તા પર એક સાયકલિસ્ટ જઇ રહ્યો હોય છે ત્યારે અચાનક એક હવાઇ હુમલો થાય છે. મોટા વિસ્ફોટ સાથે ચારે તરફ ધૂમાડો ઉઠે છે અને થોડી જ ક્ષણોમાં બધુ નષ્ટ થઇ જાય છે. રશિયા યુક્રેન પર હવા, પાણી અને જમીન મારફતે હુમલાઓ કરી રહ્યું છે. રશિયન સૈન્યના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ રશિયા યુક્રેનની જમીન પર કબજો કરી રહ્યુ છે.
The moment when civilians were shot in Ukraine. pic.twitter.com/VfrjtE3lCX
— REALIST (@realistqx1) February 24, 2022
યુદ્ધના કેટલાય વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં સામાન્ય લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે. આ વચ્ચે રશિયા યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે સેના એવા યોગ્ય લોકો માટે તૈયાર છે જે યુદ્ધ લડી શકે છે. યુક્રેનના ગૃહમંત્રીએ કહ્યું કે કીવમાં સવારે છ વિસ્ફોટ થયા છે. ક્રૂઝ અને બેલેસ્ટિક મિસાઇલ વડે હુમલાઓ કરવામાં આવ્યા છે.
યુક્રેને જવાબ આપતા રશિયાનું એક વિમાન તોડી પાડ્યું હતું. રશિયાના યુદ્ધજહાજે યુક્રેનના 13 જવાનોને માર્યા હતા. યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કર્યો હતો. વીડિયોમાં સાંભળી શકાય છે કે રશિયન યુદ્ધજહાજ તરફથી સરેન્ડર કરવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ યુક્રેનના જવાનોએ સરેન્ડર કરવાનો ઇનકાર કરતા તમામ જવાનોને રશિયાએ મારી નાખ્યા હતા.
એક્ટ્રેસનો બૉલ્ડ અંદાજ, કપડાં ઉતારીને કેમેરાની સામે આવી ગઇ આ હૉટ એક્ટ્રેસ, ટૉપલેસ તસવીર વાયરલ
ગ્રેજ્યુએટ પાસ માટે આ સરકારી બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા બહાર પડી, મળશે 78000 રૂપિયાનો પગાર