વિશ્વ પરમાણુ યુદ્ધના આરે? ઈરાન પર અમેરિકી હુમલા છતાં IAEA વડાનો ચોંકાવનારો દાવો: ઈરાન થોડા જ મહિનામાં યુરેનિયમ બનાવી....
ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાનના સ્થળો પરના હુમલાઓ છતાં ઈરાનની પરમાણુ ક્ષમતા અકબંધ હોવાની શંકા; યુએસ દ્વારા વધુ બોમ્બમારાની ધમકી.

Iran uranium enrichment 2025: અમેરિકા દ્વારા ઈરાનના પરમાણુ સ્થળો પર કરવામાં આવેલા હુમલાઓની અસરકારકતા અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષણ સંસ્થા IAEA (આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી) ના વડા રાફેલ ગ્રોસીએ રવિવારે (જૂન 29, 2025) એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ઈરાન થોડા જ મહિનાઓમાં સમૃદ્ધ યુરેનિયમનું ઉત્પાદન કરી શકે છે.
હુમલાઓ છતાં ઈરાનની ક્ષમતા અકબંધ
રોઇટર્સના અહેવાલ મુજબ, યુએસ અધિકારીઓએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના હુમલાઓએ ઈરાનમાં મુખ્ય પરમાણુ સ્થળોનો નાશ કર્યો છે. જોકે, આ નિવેદનોથી વિપરીત, ગ્રોસીએ સીબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, ઈરાન પાસે જે ક્ષમતાઓ છે તે હજુ પણ ત્યાં છે. તેમણે કહ્યું, "તમે જાણો છો, થોડા મહિનામાં, હું કહીશ કે તેઓ સેન્ટ્રીફ્યુજના થોડા કાસ્કેડ અથવા તેનાથી પણ ઓછા ફેરવીને સમૃદ્ધ યુરેનિયમ ઉત્પન્ન કરી શકે છે." ગ્રોસીએ ભારપૂર્વક કહ્યું કે, "સાચું કહું તો, કોઈ એવો દાવો કરી શકે નહીં કે બધું જ ગાયબ થઈ ગયું છે અને ત્યાં કંઈ જ નથી." તેમણે તેહરાન દ્વારા પરમાણુ શસ્ત્રો વિકસાવવાની કોઈપણ શક્યતાને દૂર કરવા માટેની તેમની સંસ્થાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી.
યુએસ હુમલાઓનો સંદર્ભ અને ઈરાનનો પક્ષ
નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયલે ઇરાન પર હુમલા શરૂ કર્યા હતા, જેના પગલે 12 દિવસ સુધી એકબીજા પર હવાઈ હુમલા ચાલુ રહ્યા હતા અને અંતે અમેરિકા પણ તેમાં જોડાયું હતું. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ધમકી આપી હતી કે જો તેહરાન યુરેનિયમને ચિંતાજનક સ્તરે સમૃદ્ધ કરશે તો તેઓ ઈરાન પર ફરીથી બોમ્બમારો કરવાનું વિચારશે. બીજી તરફ, ઈરાન સતત એમ કહી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ ફક્ત શાંતિપૂર્ણ હેતુઓ માટે જ છે.
યુરેનિયમ ભંડાર અને સ્થળો પર હુમલાની અસર
IAEA ના વડા ગ્રોસીએ સ્વીકાર્યું કે ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફહાનમાં આવેલા સ્થળો પરના હુમલાઓએ યુરેનિયમને રૂપાંતરિત અને સમૃદ્ધ કરવાની ઈરાનની ક્ષમતાને નોંધપાત્ર રીતે ઘટાડી દીધી છે. જોકે, તેમણે એવા અહેવાલો અંગે પણ પ્રતિક્રિયા આપી કે ઈરાને યુએસ હુમલા પહેલા તેના અત્યંત સમૃદ્ધ યુરેનિયમના ભંડારને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યો હતો. ગ્રોસીએ જણાવ્યું કે, "કેટલાક હુમલા દરમિયાન નાશ પામ્યા હશે, પરંતુ કેટલાકને ખસેડવામાં પણ આવ્યા હશે," જે દર્શાવે છે કે ઈરાન તેની પરમાણુ સંપત્તિનું રક્ષણ કરવામાં સફળ રહ્યું છે.




















