પાકિસ્તાનઃ Imran Khan પર થયેલા કાતિલ હુમલાનો Live Video, રોડ શૉમાં અચાનક શરુ થયું ફાયરિંગ
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ગુજરાંવાલા વિસ્તારમાં રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો.
Imran Khan Shot at Rally: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર ગુજરાંવાલા વિસ્તારમાં રેલી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈમરાન ખાનને પગમાં ગોળી વાગી છે પરંતુ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય રહ્યું છે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ ગુજરાંવાલામાં અલ્લાહવાલા ચોક પાસે પીટીઆઈની આઝાદી રેલી દરમિયાન ઈમરાન ખાન પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. ફાયરિંગ બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. ગોળીબાર કરનારા બે હુમલાખોરો હતા, જેમાંથી એક હુમલાખોર માર્યો ગયો છે અને બીજાની ધરપકડ કરી લેવામાં આવી છે.
ફાયરિંગના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યોઃ
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઈમરાન ખાનનો કાફલો ખુલ્લી કારમાં જઈ રહ્યો છે. વાહન પર ઘણા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે, જેમાંથી અલ્લાહુ-અલ્લાહુ-અલ્લાહુના અવાજો આવી રહ્યા છે. રેલીમાં લોકોની મોટી ભીડ સાથે ચાલી રહી છે. ઈમરાન ખાન કાર પર પોતાના કાર્યકરો-સમર્થકો સાથે હાથ મિલાવીને સૌનું અભિવાદન કરી રહ્યા છે. કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યાં જ અચાનક ફાયરિંગ શરુ થઈ જાય છે. ગોળીબારના અવાજથી આખો વિસ્તાર ગુંજી ઉઠે છે.
गुजरांवाला में पाकिस्तान के पूर्व प्रधानमंत्री पर जानलेवा हमला@ThePMOPAK pic.twitter.com/RzISZ81Ecf
— Anupam Mishra (@itsanupammishra) November 3, 2022
ઈમરાન ખાનને ગોળી વાગતાં જ....
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઈમરાન ખાનના કાફલાને નિશાન બનાવીને આ ફાયરિંગ કરવામાં આવ્યું છે. લોકો સમજી શકે તે પહેલાં જ અચાનક ઈમરાન ખાન ગોળી વાગે છે અને તે પડી જાય છે. સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ગોળી ઈમરાન ખાનના પગમાં વાગી હતી. રાઈફલમાંથી છૂટેલી ગોળીઓની ધણધણાટીથી સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી જાય છે. આ બધાની વચ્ચે લોકોની ચીસો સંભળાય છે અને લોકો દોડવા લાગે છે. કાફલામાં કેટલાક લોકો ગોળી વાગવાથી ખરાબ રીતે ઘાયલ થયા છે. અંધાધૂંધી વચ્ચે, કેટલાક લોકો હુમલાખોરોને પકડી લે છે. તે જ સમયે, ઇમરાન ખાનની સાથે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે.
આ પણ વાંચો....