Imran Khan Bail: ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન, આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો
Imran Khan: ઈમરાન ખાનને અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી.
![Imran Khan Bail: ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન, આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો Imran Khan Bail: Imran Khan gets anticipatory bail in two cases, avoids arrest for next 17 days Imran Khan Bail: ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન, આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/9875fad17180889b18fa5915d5fab6911687406862738723_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pakistan Imran Khan: પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલત (એટીસી) એ બુધવારે (21 જૂન) ના રોજ 9 મેએ થયેલી હિંસા દરમિયાન આગચંપી સાથે જોડાયેલા બે કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડનો વોરંટ રદ્દ કરી દીધો અને તેમને સાત જુલાઇ સુધીના આગોતરા જામીન મંજૂર કર્યા છે.
ઈમરાન ખાનને બે કેસમાં મળ્યા જામીન
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના વડા ઈમરાન ખાન મંગળવારે (20 જૂન) લાહોરની આતંકવાદ વિરોધી અદાલતમાં કડક સુરક્ષા વચ્ચે હાજર થયા અને તેમની સામે જારી કરાયેલ ધરપકડ વોરંટને પડકાર્યો હતો.
આગામી 17 દિવસ ધરપકડનો ખતરો ટળ્યો
આતંકવાદ વિરોધી અદાલતના અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ઈમરાન ખાનના વકીલની ટૂંકી દલીલો પછી, એટીસીએ તેમને બંને કેસમાં 7 જુલાઈ સુધી આગોતરા જામીન આપ્યા છે અને તેમને PKR 100,000ની જામીન રકમ જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
PML-N ઓફિસમાં આગ લગાવવાનો આરોપ
અગાઉ લાહોરની આતંકવાદ વિરોધી અદાલતે મંગળવારે (20 જૂન) 9 મેના રમખાણો દરમિયાન તોડફોડના કેસમાં ઇમરાન ખાન સહિત અન્ય ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન પીટીઆઈ પાર્ટીના નેતાઓ માટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું હતું. એફઆઈઆરના અહેવાલ મુજબ, 9 મેના રમખાણો દરમિયાન કલમા ચોકમાં કન્ટેનર સળગાવવામાં અને મોડલ ટાઉનમાં પીએમએલ-એનની ઓફિસને આગ લગાડવામાં આરોપી સામેલ હોવાનું જણાયું હતું. આ અંગે તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર મુહમ્મદ સલીમે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવાની વિનંતી કરી હતી.
9 મેના રોજ કરવામાં આવી હતી ધરપકડ
ઈમરાન ખાન અલ કાદિર ટ્રસ્ટ ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ સમગ્ર પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. આ હિંસામાં લગભગ 5000 પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ઘણા નેતાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
ઈમરાન ખાન વિરુદ્ધ 121 કેસ નોંધાયેલા છે
અખબાર ડૉનમાં છપાયેલા સમાચાર અનુસાર, ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ લાહોર પોલીસની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. સમાચાર અનુસાર ઈમરાન ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસોની તપાસ કરી રહેલી સંયુક્ત ટીમે ઈસ્લામાબાદ હાઈકોર્ટને જણાવ્યું છે કે તે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (PTI)ના અધ્યક્ષ ખાનની ધરપકડ કરવા માંગે છે. ગયા વર્ષે એપ્રિલમાં સત્તા પરથી હટાવવામાં આવેલા ખાન પર દેશદ્રોહ, નિંદા, હિંસા અને આતંકવાદને ઉશ્કેરવા સહિતના 121 કેસ નોંધાયેલા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)