આજે ઇમરાનની પરીક્ષા, અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા છાવણીમાં ફેરવાયો સંસદની આસપાસનો વિસ્તાર, ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જે આગમી બે મહિના સુધી આગામી આદેશ સુધી લાગુ રહેશે.
નવી દિલ્હીઃ રવિવારનો દિવસ પાકિસ્તાનના ભવિષ્ય માટે ખુબ મહત્વનો દિવસ રહેવાનો છે, પાકિસ્તાનની સંસદમાં દેશના વઝીર-એ-આઝમ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વૉટિંગ થવાનુ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમારાન ખાનની પાર્ટીએ પોતાના સ્ટેન્ડમાં ફેરફાર કરતાં કાલે વૉટિંગમાં ભાગ લેવાનુ એલાન કરી દીધુ છે. ઇમરાનના એલાન બાદ માત્ર સંસદ જ નહીં સંસદની બહાર પણ સુરક્ષા વ્યવસ્થાને એકદમ મજબૂત કરી દેવામાં આવી છે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે, જે આગમી બે મહિના સુધી આગામી આદેશ સુધી લાગુ રહેશે. અવિશ્વાસ પ્રસ્તાવ પર વૉટિંગના દિવસે 3 એપ્રિલે મેટ્રૉ બસ સેવા બંધ કરવાનો ફેંસલો પણ લેવામાં આવ્યો છે. સંસદ સહિત પ્રમુખ ઇમારતો વાળા રેડ ઝૉન વિસ્તારોની ઘેરાબંધી કરી દેવામાં આવી છે, અને આ વિસ્તાર સુધી જનારા મુખ્ય રસ્તાઓ પર કન્ટેનર રાખી દેવામાં આવ્યા છે. સામાન્ય લોકો માટે 3 એપ્રિલે આ વિસ્તાર અવરજવર માટે બંધ રહેશે.
ખરેખરમાં, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને શુક્રવારે કહ્યું હતુ કે તેમની પાસે એની વિશ્વસનીય સૂચના છે કે તેમના જીવને ખતરો છે. જોકે તેમને જોર આપતા કહ્યું કે તે ડરેલા નથી, અને એક સ્વતંત્ર તથા લોકતાંત્રિક પાકિસ્તાન માટે પોતાનો જંગ ચાલુ રાખશે.
રવિવારે સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર થનારા મતદાન પહેલા ખાને કહ્યું કે, શક્તિશાળી સેનાએ તેને ત્રણ ઓપ્શન આપ્યા છે - અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનનો સામનો કરવા, સમય પહેલા ચૂંટણી કરાવવા અથવા તે વડાપ્રધાન તરીકે રાજીનામુ આપી દેવાનો.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન