શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇમરાન ખાન કાલે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે
ઇસ્લામાબાદ: ઈમરાન ખાન શનિવારે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. પાકિસ્તાની સંસદના નિચલા સદન નેશનલ એસેમ્બલીમાં થયેલી એકતરફી ચૂંટણીમાં આજે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઇમરાન ખાનને દેશના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. ઈમરાને આ ચૂંટણીમાં પાકિસ્તામ મુસ્લિમ લીગ-નવાજના પ્રમુખ શાહબાઝ શરીફને માત આપી હતી. ઇમરાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ભારતથી નવજોત સિંહ સિદ્ધુ પણ પાકિસ્તાન પહોંચ્યા છે.
પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી (પીપીપી)પાસે 54 બેઠકો છે. જે મતદાનમાં ભાગ નહીં લેવાના નિર્ણય બાદ 15મી નેશનલ અસેમ્બલીમાં ચૂંટણી એક ઔપચારિકતા રહી ગઈ હતી, શરીફની ઉમેદવારીને લઈને પીપીપી અને પીએમએલ-એન વચ્ચે મતભેદ થયા હતા.
નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કેસરે જાહેરાત કરી કે ક્રિકેટરથી નેતા બનેલા 65 વર્ષીય ઈમરાન ખાનને 176 વોટ મળ્યા છે. જ્યારે તેમના એકમાત્ર વિરોધી અને પીએમએલ-એના પ્રમુખ શાહબાઝ શરીફને 96 વોટ મળ્યા છે. પરીણામની જાહેરાત બાદ પીએમએલ-એનના સાંસદોએ ઈમરાન વિરુદ્ધ નારા પણ લગાવ્યા હતા અને સદનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર બનાવવા માટે નેશનલ એસેમ્બલીમાં 342 સદસ્યમાંથી 172 મતથી જરૂર હોય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
શિક્ષણ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion