શોધખોળ કરો
Advertisement
ચીનના વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 90 ટકા દર્દીઓને થઈ ગઈ છે કઈ ગંભીર બિમારી? સંપૂર્ણ સાજા થયા તેની કઈ રીતે કરાય છે તપાસ?
હાલ દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ચેપ આખી દુનિયામાં ફેલાયો તે વુહાનમાંથી ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.
વુહાન: હાલ દુનિયામાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે ત્યારે ચીનના વુહાનમાંથી કોરોના વાયરસનો ચેપ આખી દુનિયામાં ફેલાયો તે વુહાનમાંથી ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. વુહાનમાં જ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે દર્દીઓ હાલ સાજા તો થઈ ગયા છે પરંતુ તેમાંથી 90 ટકા લોકોનાં ફેફસાં ખરાબ થઈ ગયા છે.
સૌથી મોટી ચોંકાવનારો વાત તો એ છે કે, વુહાનમાં કોરોનાના દર્દીઓ સાજા થઈ ગયેલા દર્દીઓમાંથી 5 ટકા ફરી સંક્રમિત થયા છે તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વુહાનમાં અત્યાર સુધી 68,138 દર્દીઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચૂક્યો છે જ્યારે 4512 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. જોકે મંગળવારે વુહાનમાં નવા 27 કેસ જોવા મળ્યા હતાં જેમાંથી 22 શિનજિયાંગમાં નોંધાયા છે.
ઝોંગનાન હોસ્પિટલના આઈસીયુના ડાયરેક્ટરના નેતૃત્વમાં વુહાન યુનિવર્સિટીમાં એક ખાસ ટીમ કામ કરી રહી છે. તેમણે વુહાનમાં એપ્રિલ સુધીમાં સાજા થયેલા 100 જેટલા દર્દીઓ પર એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં દર્દીઓમાં અંદાજે ઉંમર 59 વર્ષ છે. આ સર્વેમાં ચોંકનારો ખુલાસો થયો હતો જેમાં સર્વેના પ્રથમ તબક્કાનાં પરિણામો મુજબ સાજા થયેલા 90 ટકા દર્દીઓનાં ફેફસાં ખરાબ થઈ ગયા છે. ટીમે દર્દીઓને તપાસ્યા હતાં. સાજા થયેલા દર્દીઓમાં 6 મીનિટમાં માંડ 600 મીટર ચાલી શકે છે. જોકે સ્વાસ્થ વ્યક્તિ 6 મીનિટમાં સરેરાશ 500 મીટર ચાલી શકે છે.
કોરોનાથી સંપૂર્ણ સાજા થયેલા દર્દીઓમાંથી ઘણાં લોકોને 3 મહિના પછી પણ ઓક્સિજનની જરૂર પડે છે. 100માંથી અંદાજે 10 દર્દીઓના શરીરમાં કોરોના સામે લડી રહેલા એન્ટીબોડી પમ ખત્મ થઈ ચૂક્યા છે. ઘણાં દર્દીઓને ફરીથી ક્વોરોન્ટાઈન થવાની ફરજ પડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement