Russia Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ ના થઇ શક્યો પસાર, ભારતે શું કર્યુ, જાણો
ઉલ્લેખનીય છે કે, યૂક્રેનમાં રશિયન આક્રમણ પર ભારત આ પહેલા, સુરક્ષા પરિષદમાં બે વાર અને મહાસભામાં એકવાર પ્રસ્તાવો પર મતદાન ગેરહાજર રહ્યુ હતુ.
Russia Ukraine War: યૂક્રેન પર રશિયાનો હુમલો સતત ચાલુ જ છે. આ યુદ્ધને લગભગ એક મહિનો થઇ ગયો છે. આ બધાની વચ્ચે રશિયા પર દબાણ લાવવાની દરેક કોશિશ કરવામાં આવી રહી છે. હવે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં યૂક્રેન અને સહયોગી દેશોએ માનવીય સંકટની સ્થિતિ પર રશિયા વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સદસ્ય દેશોએ વૉટિંગ કર્યુ પરંતુ ભારત ફરીથી એકવાર આનાથી દુર રહ્યું છે.
પ્રસ્તાવ ના થઇ શક્યો પસાર -
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા તરફથી એકવાર ફરીથી યૂક્રેન-રશિયાની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની તાત્કાલિક ખતમ કરવાની વાત કરવામાં આવી. UNGAમાં રાખવામાં આવેલા પ્રસ્તાવ બાદ મોટાભાગના દેશો રશિયા વિરુદ્ધ વૉટ કર્યો, સાથે જ યૂક્રેન પર હુમલાનો વિરોધ પણ કર્યો. જોકે ભારત ઉપરાંત કેટલાય દેશ એવા રહ્યાં જેમને પ્રસ્તાવ પર વૉટિંગથી દુરી બનાવી લીધી. 140 દેશોએ પ્રસ્તાવના પક્ષમાં વૉટ કર્યો. પ્રસ્તાવ વિરુ્દ્ધ વૉટ કરનારા 5 દેશ હતો.
#IndiaAtUN
— India at UN, NY (@IndiaUNNewYork) March 24, 2022
Consideration of draft resolution on #Ukraine in the UN General Assembly #UNGA
📺Watch: India’s Explanation of Vote by Permanent Representative @AmbTSTirumurti ⤵️@MEAIndia @DrSJaishankar @harshvshringla @PMOIndia @IndiainUkraine @IndEmbMoscow pic.twitter.com/mhgyL6uRKk
સંયુક્ત રાષ્ટ્રની 193 સભ્યો વાળી મહાસભાએ યૂક્રેન પર પોતાની 11મું ઇમર્જન્સી વિશેષ સત્રા ફરીથી શરૂ કર્યુ અને યૂક્રેન અને તેના સહયોગી પશ્ચિમી દેશોએ યુક્રેન પર આક્રમણના માનવીય પરિણામના ડ્રાફ્ટ પ્રસ્તાવ પર વૉટિંગ કર્યુ. પરંતુ યુએનએસસીનો આ પ્રસ્તાવ પસાર થવામાં ફરીથી અસફળ રહ્યો કેમ કે તેના માટે આવશ્યક 9 વૉટ મળી ના શક્યા.
ઉલ્લેખનીય છે કે, યૂક્રેનમાં રશિયન આક્રમણ પર ભારત આ પહેલા, સુરક્ષા પરિષદમાં બે વાર અને મહાસભામાં એકવાર પ્રસ્તાવો પર મતદાન ગેરહાજર રહ્યુ હતુ.
આ પણ વાંંચો........
FIFA World Cup 2022 : FIFA વર્લ્ડ કપ કતાર 2022 માટે BYJU'S સત્તાવાર સ્પોન્સર તરીકે જાહેર
Uniform Civil Code: શું ઉત્તરાખંડમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ?, જાણો શું છે સમાચાર
પાકિસ્તાની ગુપ્તચર એજન્સીએ ગુજરાતમાં બિછાવી જાસુસીની જાળ, NIAની રેડમાં થયો ચોંકાવનારો ખુલાસો
વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નવા સંગઠન માળખાની કરાઈ જાહેરાત
The Kashmir Files ફિલ્મને લઈને દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે આપી પ્રતિક્રિયા