શોધખોળ કરો
Advertisement
ભારત-જાપાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર, NSG પર ભારતને મળ્યું સમર્થન
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના પ્રવાસે છે. ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક પરમાણુ કરાર થયા હતા. વડાપ્રધાન મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબેની હાજરીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
છ વર્ષ સુધી થયેલી વાતચીત બાદ જાપાન અને ભારત વચ્ચે સિવિલ ન્યુક્લિયર ડીલ પર હસ્તાક્ષર થયા હતા. મોદીએ જાપાનના વડાપ્રધાન શિન્ઝો એબે સાથે મુલાકાત કરી હતી. બંન્ને વચ્ચે ટેક્સસ્ટાઇલ, કલ્ચર, સ્પોર્ટ્સ, આઉટર સ્પોર્ટના ક્ષેત્રોમાં પણ અનેક કરાર થયા હતા.
આ પ્રસંગે મોદીએ જણાવ્યુ હતું કે ભારચ અને જાપાનની રણનિતિક ભાગીદારી સમાજમાં શાંતિ અને સમાજમાં બેલેન્સ આવશે. ભારત અને જાપાન સાથે મળીને આતંકવાદ સામે લડવા તૈયાર છે. ભારતમાં બિઝનેસ માટે અનુકુળ માહોલ છે. જાપાન તેનો ફાયદો ઉઠાવી શકે છે. મોદીએ કહ્યું કે, મેડ ઇન ઇન્ડિયા અને મેડ બાય જાપાનનું કોમ્બિનેશન ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે. જાપાને ભારતના NSGમાં સભ્યપદને સમર્થન આપ્યુ હતું. મોદીએ ઇન્ડો-જાપાન ફોરમના બિઝનેસ લિડર્સ અને અનેક કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement