ભારત સરકારે મઝાર-એ-શરીફથી રાજદૂતોને પાછા બોલાવ્યા, એડવાઇઝરી જાહેર કરી કહ્યું- હવાઈ સેવા બંધ થાય તે પહેલા અફઘાનિસ્તાનથી પાછા ફરો
અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવથી સ્થિતિ ખરાબ થઇ રહી છે. તાલિબાને અત્યાર સુધી 6 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધી રહેલા પ્રભાવથી સ્થિતિ ખરાબ થઇ રહી છે. તાલિબાને અત્યાર સુધી 6 પ્રાંતીય રાજધાનીઓ પર કબજો કરી લીધો છે. આ દરમિયાન ભારત સરકારે અફઘાનિસ્તાનના ચોથા મોટા શહેર મજાર-એ-શરીફથી પોતાના ડિપ્લોમેટ્સ અને નાગરિકોને સુરક્ષિત બહાર લાવવાનો નિર્ણય કર્યો છે. આ અંતર્ગત અફઘાનિસ્તાનના ઉત્તરી શહેર મજાર-એ-શરીફથી નવી દિલ્હી માટે મંગળવારે એક વિશેષ ફ્લાઇટ રવાના થવાની છે.
કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસે ટ્વિટ હેન્ડલ પરથી ટ્વિટ કરતા કહેવામાં આવ્યું કે આ એડવાઈઝરી હાલમાં 29 જૂન અને 24 જૂલાઈએ જાહેર કરાયેલી બે સિક્યોરિટી એડવાઈઝરી સાથે સંબંધિત છે.
અફઘાનિસ્તાનના બાલ્ખ અને તખાર પ્રાંતમાં તાલિબાન લડાકો અને અફઘાન સુરક્ષાબળો વચ્ચે વધી રહેલી ઝડપ વચ્ચે આ નિર્ણય કરવામાં આવ્યો છે. તાલિબાને હાલમાં જ ઉત્તરી બાલ્ખના નવા વિસ્તારો પર કબજો જમાવી લીધો હતો. હવે તેમનો ટાર્ગેટ મજાર-એ-શરીફ છે. તે બાલ્ખ પ્રાંતની રાજધાની અને અફઘાનિસ્તાનનું ચોથું સૌથી મોટું શહેર છે.
ભારત સરકારે મઝાર-એઃશરીફની એમ્બેસીમાં કામ કરતા મોટા ભાગના કર્મચારીઓને પાછા બોલાવી રહ્યાં છે. સાંજે આવનારી આ ફ્લાઈટમાં તેઓને લાવવામાં આવશે. એક મહિનામાં આવું બીજી વખત થઈ રહ્યું છે, જ્યારે અફઘાની એમ્બેસીમાંથી ભારતીય ડિપ્લોમેટ્સને બોલાવવામાં આવી રહ્યાં છે. આ પહેલાં 11 જુલાઈએ કંધાર એમ્બેસીમાંથી ડિપ્લોમેટ્સને બોલાવવામાં આવ્યા હતા.
મઝાર-એ-શરીફ અફઘાનિસ્તાનનું ઘણું જ મહત્વપૂર્ણ શહેર છે. અહીંની વસતિ 5 લાખની નજીક છે. આ બલ્ખ પ્રોવિન્સની રાજધાની છે. આ શહેરની સરહદ કુંદુઝ અને કાબુલ ઉપરાંત ઉઝ્બેકિસ્તાનના તરમેઝ શહેરને મળે છે. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ દેશના બીજા વિસ્તારની તુલનાએ સુરક્ષિત છે, પરંતુ ગત બુધવારે કાબુલમાં તાલિબાનના આત્મઘાતી હુમલાખોરે રક્ષા મંત્રીના ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં 8 નાગરિકો માર્યા ગયા અને ડઝન જેટલાં લોકો ઘાયલ થયા હતા. આ છેલ્લાં એક વર્ષમાં કાબુલ પર તાલિબાનનો સૌથી મોટો હુમલો હતો.