શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
‘Howdy Modi’ કાર્યક્રમમાં 50 હજાર લોકો સામે 16 વર્ષનો સ્પર્શ શાહ ગાશે રાષ્ટ્રગાન, જાણો કોણે છે ?
રવિવારે હ્યુસ્ટનમાં થનારા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 16 વર્ષનો ભારતીય મૂળનો એક બાળક સ્પર્શ રાષ્ટ્રીયગાન ગાવા જઈ રહ્યો છે.. સ્પર્ષ જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની બીમારીથી પીડિત છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. જાણો કોણ છે સ્પર્શ શાહ..
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાશે છે. ત્યારે પીએમ મોદી ‘હાઉડી મોદી’ કાર્યક્રમ માટે હ્યૂસ્ટનમાં પહોંચી ગયા છે. આ કાર્યક્રમ પર દુનિયાભરની નજર છે. રવિવારે હ્યુસ્ટનમાં થનારા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં 16 વર્ષનો ભારતીય મૂળનો એક બાળક સ્પર્શ રાષ્ટ્રીયગાન ગાવા જઈ રહ્યો છે. સ્પર્ષ જન્મથી જ ઑસ્ટિયોજેન્સિસ ઇમ્પરફેક્ટા નામની બીમારીથી પીડિત છે. જે ચર્ચાનો વિષય બન્યો છે. જાણો કોણ છે સ્પર્શ શાહ..
16 વર્ષીય ભારતીય મૂળનો સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રીયગાન ગાશે અને તે પીએમ મોદીને મળવા ખૂબજ ઉત્સુક છે. ઉલ્લેખનીય છે કે સ્પર્શ શાહ રેપર, સિંગર, લેખક અને મોટિવેશનલ સ્પીકર છે, જે અમેરિકાના ન્યૂ જર્સીમાં રહે છે.
રિપોર્ટ્સ પ્રમાણે સ્પર્શ શાહને છેલ્લા થોડાક વર્ષોમાં 130 થી વધુ હાડકાઓ તૂટી ગયા છે. 16 વર્ષના સ્પર્શનને કુલ 100થી વધુ ફ્રેક્ચર છે. તે બીમારીના કારણે ચાલી પણ નથી શકતો. માર્ચ 2018માં રિલીઝ થયેલી ‘બ્રિટલ બોન રેપર’ નામની એક ડૉક્યૂમેન્ટ્રીમાં સ્પર્શ શાહની જીવનયાત્રાને દર્શાવામાં આવી છે. આ ફિલ્મ તેની બીમારી સામે લડવા પર ફોકસ કરે છે.
સ્પર્શ શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગાન ગાવા માટે ઉત્સાહિત છે. તે કહે છે કે મારા માટે આ ખૂબજ મોટી વાત છે કે હું આટલા બધા લોકો સામે ગાઈ રહ્યો છું. મેં પહેલીવાર મોદીજીને મેડિસન સ્ક્વાયર ગાર્ડન પર જોયા હતા, હું તેઓને મળવા માંગતો હતો પરંતુ તેમને માત્ર ટીવી પર જ જોઈ શક્યો.
સ્પર્શે આગળ કહ્યું કે ભગવાનની દુઆ છે કે હું તેઓને મળવા જઈ રહ્યો છું અને રાષ્ટ્રગાન ગાવા માટે પણ ઉત્સાહિત છુ. સ્પર્ષ ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે એમિનેમ ગીત ‘નૉટ અફ્રેડ’ ને કવર કરતો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયોને ઓનલાઈન પર 65 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion