શોધખોળ કરો
Advertisement
ભારત સાથે તણાવ બાદ પાકિસ્તાને રદ્દ કરી સમજૌતા એક્સપ્રેસ, આ કારણે ખાસ છે ટ્રેન
નવી દિલ્હીઃ ભારતે કરેલી એર સ્ટ્રાઇક બાદ બંને પાડોશી દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. આ દરમિયાન આજે પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસ રદ કરી દીધી છે. બુધવારે પાકિસ્તાન બાજુથી સમજૌતા એક્સપ્રેસ આવી નહોતી. સવારે 7.30 કલાકે લાહોરથી ઉપડતી સમજૌતા એક્સપ્રેસ બપોરે 12.30 કલાકે અટોરી પહોંચે છે.
ભારત તરફથી ટ્રેન રદ કરવા અંગે ગઈકાલે રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, સમજૌતા એક્સપ્રેસ રદ કરવાનો અમને કોઈ આદેશ મળ્યો નથી. આ અંગે જો કોઈ આદેશ આવશે તો તેનું અમે પાલન કરીશું.
આ એક્સપ્રેસની સુરક્ષા વ્યવસ્થા પણ ખાસ છે. ટ્રેન શરૂ થતા પહેલા પાટાઓની તપાસ કરવામાં આવે છે. બીએસફના જવાનો ઘોડા પર સવાર થઈને ટ્રેનની સાથે ચાલે છે. ટ્રેનની સરેરાશ સ્પીડ 7 કિમી છે, દરેક કોચ પર ખાસ નજર રાખવામાં આવે છે. કોઈપણ પ્રકારની સંવેદનશીલ ઘટના બનવા કે ઇમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. 22 જુલાઈ, 1976ના રોજ અટારી-લાહોર વચ્ચે આ ટ્રેનની શરૂઆત કરવામાં આવી હતી. 1971ના યુદ્ધ બાદ તત્કાલીન ભારતીય વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી અને પાકિસ્તાનના વડાપ્રધાન જુલ્ફિકાર અલી ભુટ્ટો વચ્ચે શિમલા સમજૂતી થઈ હતી. જે અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે રેલ સંપર્ક બનાવી રાખવા સમજૂતી થઈ હતી. અટારીથી લાહોર વચ્ચે રેલ માર્ગ પહેલાથી જ અસ્તિત્વમાં હતો, તેથી સમજૌતા એક્સપ્રેસ શરૂ કરવામાં કોઈ મુશ્કેલી થઈ નહોતી. વિંગ કમાન્ડર અભિનંદન અંગે બોલ્યા રાજ્યવર્ધન રાઠોડ, 'દેશ તેમના સલામત પરત ફરવાની પ્રાર્થના કરે છે', જુઓ વીડિયો યુદ્ધના ડર વચ્ચે પાકિસ્તાનમાં ઇમરજન્સી જેવો માહોલ, જુઓ વીડિયો PM મોદીએ સેનાને ખુલ્લીને કાર્યવાહી કરવાની આપી દીધી છૂટ, જુઓ વીડિયોRailway Minister Piyush Goyal: We have not yet received any instructions from the authorities about any change to the current running of the Samjhauta Express, we will follow whatever directions are received in this regard. pic.twitter.com/kgbQtVwrbs
— ANI (@ANI) February 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement