શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ફસાઈ ' ટોઈલેટ ' વિવાદમાં, જાણો શું છે આ મામલો ? ઈવાન્કાની કેમ થઈ રહી છે ટીકા ?
ડોનાલ્ડ ટ્મ્પ બાદ હવે તેમની પુત્રી વિવાદમાં ફસાઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કાએ તેમના સિક્યુરિટી ગાર્ડને તેમનું ટોઇલેટ યુઝ ન કરવા દેતા, સમગ્ર વિવાદ સામે આવ્યો છે. શું છે મામલો જાણીએ...
સંસદમાં થયેલા તોફાન બાદ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે તેમની પુત્રી ઇવાન્કા વિવાદમાં ફસાઇ છે. આ વિવાદ ઇવાન્કા સાથે જોડાયેલો છે.
શું છે સમગ્ર મામલો
ઇવાન્કાએ તેમની સુરક્ષા માટે તૈનાત સુરક્ષા જવાનને તેમનું ટોઇલેટનો ઉપયોગ કરવાની મનાઇ કરી દીધી હતી. . આ હાલતમાં સિક્યુરિટી ગાર્ડના વોશરૂમ માટે ઇવાન્કાએ અન્ય એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. જેનું દર મહિને ભાડુ 2 લાખ 20 હજાર ચૂકવાતું હતું.
શા માટે થઇ રહી છે ટીકા?
ઇવાન્કાના ફ્લેટની વાત કરીએ ઇવાન્કા 6 બેડરૂમાળા વિશાળ ભવ્ય ફ્લેટમાં તેમના હસબન્ડ સાથે રહે છે. આ ફલેટમાં એક કે બે નહી પરતું 6 ટોઇલેટ છે. તેમ છતાં પણ ઇવાન્કાએ માત્ર સિક્યુરિટી ગાર્ડના ટોઇલેટ માટે લાખો રૂપિયા સરકારી ખજાનામાંથી ખર્ચ્યાં. ઇવાન્કાના આવા વલણને કારણે ટીકા થઇ રહી છે. ઇવાન્કા પર સરકારી પૈસાનો દુરપયોગ કર્યો હોવાનો આરોપ લાગી રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement